ક્રિકેટર અને તેની પત્નીએ ૧૧ વર્ષની માસૂમને માર માર્યો, બંન્નેની ધરપકડ થશે

 અમદાવાદ: બાંગ્લાદેશનો ક્રિકેટર શહાદત હુસેન વિવાદોમાં છે. શહાદત હુસેન અને તેની પત્ની પર ૧૧ વર્ષીય બાળકીને માર મારવાનો આરોપ છે. બાંગ્લાદેશની પોલીસ ધરપકડ માટે બંન્નેને શોધી રહી છે.પોલીસે રવિવારે રાત્રે ફાસ્ટ બોલર શહાદતનાં ઘરે રેડ પાડી પરંતુ ના તો તે મળ્યો કે ના તેની પત્ની એન. શહાદત. પીડિતા ઢાકાના રસ્તા પર રડતી મળી હતી. તેના શરીર પર વાગેલાનાં નિશાન હતા. પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું કે, બાળકીની આંખો અને શરીરનાં અન્ય ભાગમાં ઈજાનાં નિશાન હતા. જ્યારે તેને બચાવવામાં આવી ત્યારે તે રડી રહી હતી.પીડિતાએ જણાવ્યું કે, તે ક્રિકેટરનાં ઘરે કામ કરતી હતી અને ક્રિકેટર તથા તેની પત્ની બંન્ને તેને ખુબ ટોર્ચર કરતા હતા. પીડિતાએ એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો કે શહાદત અને તેની પત્ની તેને મારતા હતા. પોલીસે પીડિતાને સારવાર માટે ઢાકાની હોસ્પિટલમાં મોકલી અને ક્રિકેટર અન તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે રવિવારે રાત્રે ક્રિકેટરનાં ઘરે છાપો માર્યો પરંતુ તે મળ્યો નહીં. અમે આજે બંન્નેની ધરપકડ કરવાનાં પ્રયત્નો કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે શહાદતે બાંગ્લાદેશ તરફથી ૩૮ ટેસ્ટ અને પ૧ આંતરરાષ્ટ્રીય વન ડે રમ્યો છે. મે માં પાકિસ્તાન સામેની મેચ દરમ્યાન પગની ઘૂંટીમાં ઈજા થવાના કારણે ટીમની બહાર થઈ ગયો હતો.
 
You might also like