ક્રાઈમ બ્રાન્ચના માણસો હોવાનું કહી ગઠિયા ૨૫ કિલો ચાંદી લઈ ફરાર

અમદાવાદઃવિસનગરમાં ચાંદીની ડિલિવરી કરવા જઈ રહેલા એક વ્યક્તિને ચાર શખસોએ પોતે ક્રાઈમ બ્રાન્ચના માણસો હોવાનું જણાવી ધાક ધમકી અાપી ૨૫ કિલો ચાંદી પડાવી લઈ અા શખસો ફરાર થઈ ગયા હતા.  વીસનગરમાં ધરોઈ કોલોની ખાતે અાવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ પ્રજાપતિ વીસનગરમાં એમએન જ્વેલર્સમાં નોકરી કરે છે. અમદાવાદથી ચાંદીના ચોરસા લાવી પાલનપુરમાં તેમજ અાજુબાજુના વિસ્તારોમાં ડિલિવરી અાપવાનું કામ કરે છે. બાબુભાઈ જ્વેલર્સ કંપનીમાંથી ૨૫ કિલો ચાંદી લઈ અન્ય વેપારીઓને ડિલિવરી કરવા નીકળ્યા ત્યારે બસ સ્ટેન્ડ નજીક ચાર શખસોએ બાબુભાઈની નજીક અાવી પોતે ક્રાઈમ બ્રાન્ચના માણસો છીએ એવી ઓળખાણ અાપી હતી અને થેલામાં શું છે તેમ કહી થેલો ચેક કરી ચાંદી પડાવી લીધી હતી અને બાબુભાઈને કહ્યું હતું કે અાઈ કાર્ડ બતાવી પોલીસ સ્ટેશન અાવી અા ચાંદી પાછી લઈ જજો. અા નકલી પોલીસવાળાઓ બે બાઈક પર નાસી છૂટ્યા હતા. 
You might also like