ક્યુબા ગે કપલ માટે ટૂરિસ્ટ પોઈન્ટ બન્યું  

કેરેબિયન સમુદ્રમાં અાવેલો ક્યુબા ટાપુ ગે લોકો માટે ટૂરિસ્ટ પોઈન્ટ બની ચૂક્યો છે. અહીં અા લોકો માટે ટૂરિઝમની વિશાળ તકો તૈયાર કરવામાં અાવી છે. ટ્રાવેલ એજન્સીઅોઅે લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર લોકો માટે ખાસ પ્રકારના પેકેજ મૂક્યા છે. સમગ્ર વિશ્વમાં ક્યુબાને ગે ફેન્ડલી બનાવવાના પ્રયત્નો કરવામાં અાવી રહ્યા છે. અા વર્ષે અત્યાર સુધી ૨૦ લાખ વિદેશી સહેલાણીઅો ક્યુબામાં ફરી અાવ્યા છે. હવે અહીં સજાતિય સંબંધ ધરાવતા લોકોને મોકળુંં વાતાવરણ મળશે. ક્યુબા હવે ગે પેરેડાઈઝ તરીકે અોળખાય તો પણ નવાઈ નહીં.

You might also like