કોહલી-પૂજારા ફલોપ : ભારત-'એ' પર હારનું સંકટ

ચેન્નઇઃ અહીંના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા-એ સાથે રમાઇ રહેલી ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારત-એ પર હારનું સંકટ મંડરાયું છે.  શુક્રવારની રમત બંધ રહી ત્યારે ભારતે પોતાના બીજા દાવમાં ૮૩ ઓવરમાં ૨૬૫ રનમાં આઠ વિકેટ ગુમાવી છે, તેણે બીજા દાવના આધારે અત્યાર સુધી માત્ર ૫૧ રનની લીડ મેળવી છે.બાબા અપરાજિત ૨૮ અને શ્રેયષ ગોપાલ ખાતું ખોલ્યા વગર નોટઆઉટ છે. ઓસ્ટ્રેલિયા-એ તરફથી સ્ટીવ ઓકીફને ત્રણ વિકેટ મળી છે. ગુરિન્દર સંધૂ અને એસ્ટન અગારને પણ એક-એક વિકેટ મળી છે. ભારતે પોતાના પહેલા દાવમાં ૧૩૫ રન બનાવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં ૩૪૯ રન બનાવી ૨૧૪ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ભારત તરફથી અભિનવ મુકુન્દે સૌથી વધારે ૫૯ રન બનાવ્યા છે. કપ્તાન ચેતેશ્વર પૂજારા ૧૧ રન બનાવી શક્યો જ્યારે સિનિયર ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પહેલા દાવની નિષ્ફળતા ઢાંકતા બીજા દાવમાં ૪૫ રન બનાવ્યા હતા.કોહલીએ શ્રીલંકાના પ્રવાસને જોતા વિશેષ અભ્યાસ માટે આ મેચમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોહલીએ ૯૫ બોલનો સામનો કરતાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. આ ઉપરાંત કરુણ નાયરે ૩૧, શ્રેયષ અય્યરે ૪૮ અને નયન ઓઝાએ ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. ૧૬૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મુકુન્દે ૫૯ રન બનાવ્યા હતા. ભારત-એ પહેલો દાવ ૧૩૫ રનઓસ્ટ્રેલિયા-એ પહેલો દાવ ૩૪૯ભારત-એ બીજો દાવ
                                                 રન      બોલ     ૪     ૬
એ. મુકુંદ કો. બેનક્રોફ્ટ બો. અગર        ૫૯       ૧૬૩     ૩     ૧
સી. પૂજારા રનઆઉટ (ઓકિફે)            ૧૧        ૨૭      ૧     ૦
વિરાટ કોહલી બો. ઓકિફે                  ૪૫       ૯૪      ૫    ૧
કે. નાયર કો. ખ્વાજા બો. સંધુ             ૩૧        ૩૪      ૭    ૦
એસ. અૈયર બો. ઓકિફે                    ૪૯       ૬૬       ૮    ૦
એન. ઓઝા કો. ખ્વાજા બો. ઓકિફે      ૩૦        ૪૪      ૩    ૧
બી. અપરાજીત નોટઆઉટ                ૨૮        ૬૫       ૩   ૦
એસ. ગોપાલ નોટઆઉટ                   ૦          ૭       ૧   ૦
વધારાનાઃ  ૧૪ , કુલ (૬ વિકેટ, ૮૩ ઓવર) ૨૬૭
વિકેટઃ ૧/૧૯, ૨/૮૨, ૩/૧૩૪, ૪/૨૦૨, ૫/૨૧૦, ૬/૨૫૭
બોલિંગઃ જી. સંધુઃ ૧૮-૧-૭૪-૧, ફેકેટઃ ૧૦-૪-૧૪-૦, સ્ટોનીસઃ ૧૧-૫-૧૪-૦, ઓકિફેઃ ૨૮-૭-૮૩-૩, એસી અગરઃ ૧૬-૦-૭૧-૧
 

You might also like