કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમને સરળ બનાવવા વિચારણા

અમદાવાદઃ રાષ્‍ટ્રીય કક્ષ્‍ાાએ દેશની હાલની શિક્ષ્‍ાણ નીતિમાં જરૂરી ફેરફાર  કરવાની અાવશ્યક્તા ઊભી થઇ છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષ્‍ાણ વિભાગ દ્વારા સર્વગ્રાહી નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે બુધ્‍ાવારે એક બેઠક મળી હતી. જો કે અા બેઠકમાં વર્તમાન સમયમાં ચર્ચાના એરણે ચડેલી સેમેસ્ટર સિસ્ટમ અંગે કોઈ ખાસ ચર્ચા થઇ ન હતી. અા અંગે શિક્ષ્‍ાણ પ્રધ્‍ાાન ભૂપ્‍ાેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સેમેસ્ટર સિસ્ટમ અંગે એક દરખાસ્ત અાવી હતી. તેના અનુસંધ્‍ાાનમાં સેમેસ્ટર સિસ્ટમને સરળ બનાવવા માટે વિચારણા કરાશે.

પ્‍ારામર્શ બેઠકમાં સેમેસ્ટર સિસ્ટમ અંગે ઉઠાવાયેલા પ્રશ્ન અંગે શિક્ષ્‍ાણ પ્રધ્‍ાાન ભૂપ્‍ોન્દ્રસિંહ ચૂડાસમાને પ્‍ાૂછતાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલની પ્‍ારામર્શ બેઠકમાં દેશમાં એક સર્વગ્રાહી શિક્ષણ ન‍ીતિ બનાવવા માટે ચર્ચા વિચારણા અને પ્‍ારામર્શ કરવામાં અાવ્યો હતો. અા બેઠકમાં એક કોલેજના અાચાર્ય દ્વારા સેમેસ્ટર સિસ્ટમ અંગે દરખાસ્ત કરવામાં અાવી હતી. દરેક બાબતોની પ્‍લસ અને માઈનસ બાજુ હોય છે, તેમ સેમેસ્ટર સિસ્ટમની પ્‍ાણ બે બાજુ  છે. અામ છતાં સેમેસ્ટર સિસ્ટમને કેવી રીતે વધ્‍ાુ સરળ બનાવી શકાય તે અંગે અાગામી દિવસોમાં ચર્ચા-વિચારણા કરવામાં અાવશે.

You might also like