કોલગેટ મુદ્દે FIR રદ્દ કરાવવા મધુ કોડા સુપ્રીમના શરણે

નવી દિલ્હી : કોલગેટ મુદ્દે ફસાયેલા પૂર્વમુખ્યમંત્રી મધુ કોડાએ પોતાની વિરુદ્ધ એફઆઇઆર રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ મુદ્દે સુનવણી સોમવારે કરશે. ઉલ્લેખનીય છે કે મધુ કોડા કોલગેટમાં કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

તે અગાઉ કોલગેટ મુદ્દે સુપ્રીમ કોર્ટે તપાસ વધારે ઝડપી બનાવવાની માટે ટકોર કરી હતી. કોર્ટે પૂર્વ સીબીઆઇનાં ખાસ નિર્દેશક એમ.એલ શર્માને કહ્યું કે રંજીત સિન્હાનાં મુદ્દે તપાસને ત્રણ મહિનામાં પુરી કરવા માટે જણાવ્યું હતું.

સાથે જ કોર્ટે સીબીઆઇને આદેશ આપતા કહ્યું કે એક અઠવાડીયાની અંદર શર્માને રહેઠાણ અને વાહન આપવામાં આવે. આ મુદ્દે આગલી સુનવણી 16 નવેમ્બરનાં રોજ થશે. એમએલ શર્માને સુપ્રીમ કોર્ટનાં કોલગેટ મુદ્દે તપાસ માટે કોઇ પણ વ્યક્તિને બોલાવવા માટેની પરવાનગી આપી છે. 

You might also like