કોલકાતામાં ITના દરોડાઃ ૨૦ કરોડ સીઝ, ૧૦ મશીનથી નોટો ગણાઈ

નવી દિલ્હીઃ ઈન્કમટેકસ વિભાગે કાેલકાતા અને તેની નજીકના બે વિસ્તારમાં લાેટરી કાૈભાંડની શંકાના આધારે દરાેડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન આઈટી વિભાગે ૨૭ જેટલી બેગ અને માળિયાંમાં ૧૬ કાેથળામાં ભરી રાખેલા ૨૦ કરાેડની રાેકડ સીઝ કરી હતી. દરાેડાની કામગીરી દરમિયાન ૧૦૦ લાેકાેની ટીમ અને નાેટાે ગણવા માટે ૧૦ મશીન લાવવામાં આવ્યાં હતાં. જનરલ સિસ્ટમ અને ફ્યુચર પ્લસ અેન્ટરપ્રાઈસેસ પેઢી પર  આ દરાેડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આઈબીઅે કાેલકાતામાં ચાલતા લાેટરી કાૈભાંડના કેસની ઈન્કમટેકસ વિભાગને માહિતી આપી હતી.

સુરક્ષા અેજન્સીઆેને આ લાેટરી કાૈભાંડનું નેટવર્ક તામિલનાડુ સુધી ફલાયેલું હાેવાની માહિતી આપી છે. આવી બાતમીના આધારે આવકવેરા વિભાગ અને કાેલકાતા આઈટી વિંગે ગઈકાલે દરાેડા પાડ્યા હતા.

સૂત્રાેના જણાવ્યા અનુસાર લાેટરી પ્રાેફિટ સાથે સંકળાયેલા અા કાૈભાંડનાે આંકડાે ૧૦૦૦ કરાેડ હાેવાની સંભાવના છે. આ માટે સુરક્ષા અેજન્સીઆે લાેટરીના સિન્ડિકેટ સાથે જાેડાયેલા લાેકાે પર વાેચ રાખી રહી છે. તેમજ અે બાબતની પણ તપાસ થઈ રહી છે કે આ રકમ મની લાેન્ડરિંગ અથવા અન્ય કાેઈ હવાલામાં જઈ રહી છે કે કેમ. દરમિયાન આ અંગે આવકવેરા વિભાગે સિલિગુડીમાં પણ અેક ટીમને રવાના કરી છે. જ્યાં આવકવેરા વિભાગે કેટલીક પેઢીઆે પર દરાેડા પાડી બેન્ક એેકાઉન્ટ, દસ્તાવેજાે તેમજ તેમના ધંધાને લગતી કેચલીક રસીદાે સીઝ કરી છે. આ દસ્તાવેજાેની ઝડપથી તપાસ કરવામાં આવશે.

You might also like