કોલકાતામાં તૈયાર થઈ હતી શીના હત્યાકાંડની બ્લૂ પ્રિન્ટ

નવી દિલ્હી: ઇન્દ્રાણી મુખરજીની ધરપકડના એક અઠવાડિયા પછી પણ શીના હત્યાકાંડની ગૂંચ ઊકલી શકી નથી. ઊલટું અા કેસ વધુ ને વધુ ઉલજતો જાય છે. અા કેસમાં કોઈ પણ અારોપીઅે હજુ સુધી પોતાનો ગુનો કબૂલ્યો નથી, પરંતુ હવે અે વાત સામે અાવી છે કે ઇન્દ્રાણીઅે પોતાના પૂર્વ પતિ સંજય ખન્ના સાથે મળીને શીનાને મારવાની યોજના બનાવી હતી અને અા યોજનાની બ્લૂ પ્રીન્ટ કોલકાતામાં તૈયાર કરાઈ હતી.

મુંબઈ પોલીસ દ્વારા કોલકાતા પોલીસનાં સૂત્રોઅે અા સમાચારને સમર્થન અાપ્યું છે. બીજી તરફ હવે અે વાત પણ સામે અાવી છે કે શીના ઇન્દ્રાણીના પૂર્વ પતિ સિદ્ધાર્થ દાસની પુત્રી હતી. હવે પોલીસ સિદ્ધાર્થને તપાસ માટે સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેની ડીએનઅે તપાસથી શીનાના પિતાની જાણ થઈ શકે. 

અત્યાર સુધીની પૂછપરછમાં અે વાત સામે અાવી છે કે અેપ્રિલ- ૨૦૧૨માં શીનાની હત્યાના લગભગ એક મહિના પહેલાં ઇન્દ્રાણી કોલકાતા અાવી હતી. અહીં એક રેસ્ટોરાંમાં બેસીને તેણે સંજીવ સાથે શીનાની હત્યા કરવાની યોજનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. ઇન્દ્રાણી ત્યારે મુંબઈમાં પોતાના ઘરે એવું કહીને અાવી હતી કે તે દિલ્હી જઈ રહી છે, પરંતુ સંજીવે તે સમયે પોતાની પુત્રી વિધિને મોબાઈલ પર એસએમએસ કરીને તેને માને મળ્યાની વાત જણાવી હતી. અહીં શીનાની હત્યાની યોજના બનાવ્યા બાદ મુંબઈ પરત ફરતાં વિધિઅે જ્યારે ઇન્દ્રાણીઅે કોલકાતા જવા અંગે પૂછ્યું તો તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. 

અાઈઅેનએક્સ મીડિયાના વેચાણની મળનારી રકમનો એક મોટો ભાગ અહીં ઇન્દ્રાણી અને સંજીવના સંયુક્ત ખાતામાં જમા હતો. સંજીવે તે સમયે મોટી રકમ પોતાના વ્યવસાયમાં લગાવી દીધી. બાદમાં જ્યારે ઇન્દ્રાણીઅે તેને પૈસા પાછા અાપવાનું કહ્યું ત્યારે તેણે તેમાં અસમર્થતા દર્શાવી. અા કારણે ઇન્દ્રાણીઅે તેને શીનાની હત્યામાં સામેલ થવાનો પ્રસ્તાવ મૂક્યો. ઇન્દ્રાણીઅે કહ્યું હતું કે અા કામ પૂરું થઈ ગયા બાદ સંજીવ પાસે તે પહેલાંની રકમ નહીં માગે અને બિઝનેસ માટે વધુ રકમ અાપે. તે સમયે સંજીવનું કામ સારું ચાલતું ન હતું, તેથી તેને શીનાની હત્યામાં સામેલ થવામાં સહમતી દર્શાવી.

 

You might also like