કોલંબિયામાં કેન્સર પેશન્ટને ઇચ્છામૃત્યુંની પહેલી ઘટના નોંધાઇ

બોગોતા : લેટિન અમેરિકી દેશ કોલંબિયામાં શુક્રવારે પહેલીવાર સરકારી આદેશ બાદ મોનાં સારવાર ન થઇ શકે તેવા કેન્સરથી પીડિત એક 73 વર્ષનાં વ્યક્તિને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપી હતી. શુક્રવારે મોનાં સારવાર ન થઇ શકે તેવા કેન્સર પીડિત 79 વર્ષીય ઓવિડિયો ગોસાલિસને પેરિરાનાં પશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં ઇચ્છા મૃત્યુ આપવામાં આવ્યું હતું.

ગોસાલિસ ગત્ત પાંચ વર્ષથી મોનાં કેન્સર સામે જજુમી રહ્યા હતા. કોલંબિયાનાં સ્વાસ્થય મંત્રાલય દ્વારા બિમારીના અંતિમ ચરણમાં પહોચેલા લોકોને મૃત્યું દેવાનાં નિર્ણય બાદ આ પ્રકારનું પહેલું મૃત્યું છે. કોલંબિયા દુનિયાનાં એવા દેશો પૈકીનો એક એવો દેશ છે જ્યાં ઇચ્છામૃત્યુની પરવાનગી છે.

17 વર્ષ પહેલા એક સંવૈધાનિક કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો હતો.આ ચુકાદો સંવિધાનનાં એક અનુચ્છેદમા, જેમાં દરેક નાગરિકને જીવવા માટેનાં અધિકારો અને સન્માનની સાથે મૃત્યુની પણ ગેરેન્ટી આપવામાં આવી છે, તેનાં આધારિત છે. 

પરંતુ કોગ્રેસે આ અંગેનો કોઇ જ કાયદો પસાર નહોતો કર્યો, જેનાં કારણે આ મુદ્દે કાયદામાં ફસાયો હતો. આ અંગે આ વર્ષે એપ્રીલમાં સ્વાસ્થય મંત્રાલયે દખલ કરીને હોસ્પિટલો અને વિમા કંપનીઓ માટેનાં નિર્દેશો બહાર પાડ્યા હતા. 

કોલંબિયામાં ડોક્ટર ડેથનાં નામથી કુખ્યાત ડોક્ટર ગુસ્તાવો કિંટાનાં તેઓ અમુક અન્ય ડોક્ટર્સ દ્વારા આ કામને કાયદાની તકલીફો છતા પણ આવું કામ કરતા રહે છે. કિંટાનાં અત્યાર સુધી એકલા 234 દર્દીઓને ઇચ્છા મૃત્યુ આપી ચુક્યા છે. 

You might also like