કોર્ટમાં ૫૮૧ કલાર્કની જગ્યા ખાલી, તુરંત કરો અરજી

નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અલગ-અલગ જગ્યા ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ખાલી પડેલ જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવામાં આવી છે. કુલ ૫૮૧ જગ્યા ખાલી પડી છે. જેમાં ૪૨૪ ક્લાર્ક અને ૧૫૭ સ્ટેનોગ્રાફરની જગ્યા છે.આ જાહેર કરાયેલી અરજી માટે વયમર્યાદા ૧૮ વર્ષથી વધુ અને ૪૨ વર્ષથી ઓછી રાખવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદામાં નિયમઅનુસાર છૂટછાટ આપવામાં આવશે. આ ખાલી પડેલ જગ્યા માટે સ્નાતક અથવા તેની સમકક્ષ પાસ થયેલ ઉમેદવાર અરજી કરી શકશે.આ જગ્યા માટે ઉમેદવારોનું લેખિત પરીક્ષા, ટાઇપિંગ ટેસ્ટ અને કમ્પ્યૂટર કાર્યક્ષમતાના આધારે ચયન કરવામાં આવશે. ઉમેદવારોની અંતિમ પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ ખાલી પડેલ પોસ્ટ માટે ૫૨૦૦ થી લઇને ૨૦,૨૦૦ (ગ્રેડ પે ૨૪૦૦ રૂપિયા પ્રતિમાસ) પગારભથ્થું નક્કી કરવામાં આવ્યું છે.જાહેર થયેલ પોસ્ટ માટે ઓનલાઇન દ્વારા જ અરજી કરી શકાશે. જનરલ ઉમેદવાર માટે ૫૦૦ રૂપિયા (જનરલ મહિલા માટે રૂ. ૨૫૦) તેમજ અનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. ૧૨૫ (અનામત મહિલા માટે રૂ. ૬૨) ફી નિર્ધારીત કરવામાં આવી છે. નક્કી કરેલ ફી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જમા કરાવી શકાશે. આ પોસ્ટ માટે ૬ એપ્રિલથી ઓનલાઇન અરજીનો પ્રારંભ થશે. બેંકમાં અરજી ફી જમા કરાવવાની અંતિમ તારીખ ૨૯ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ૨ મે, ૨૦૧૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી તેમજ અન્ય જાણકારી માટે ઉમેદવાર https://www.recruitmenthighcourtchd.com પર લોગઓન કરી શકશે.

You might also like