કોમનવેલ્થ સ્ટ્રીટ લાઇટ કૌભાંડમાં MCDના 4 ઓફીસરોને જેલ   

નવી દિલ્હી: દિલ્હીની તીસ હજારી કોર્ટે વર્ષ 2010માં કોમનવેલ્થ સ્ટ્રીટ લાઇટ કૌભાંડમાં 5 લોકોને 4-4 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે જે પાંચ લોકોને સજા ફટકારી છે તેમાંથી 4 લોકો MCDના ઓફીસર છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં દિલ્ગીમાં કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં ટેન્ડરથી લઇને તમામ બાબતોમાં મોટાપાયે ગડબડી થઈ હોવાનું સામે આવ્યું હતું. તમામ એજન્સીઓ આ મામલે તપાસમાં જોડાઇ ગઈ છે. ત્યારે બુધવારે કોર્ટે કોમનવેલ્થ ગેમમાં સ્ટ્રીટ લાઇટ સાથે જોડાયેલા કૌભાંડ મામલે સજા સંભળાવી છે. આ કૌભાંડથી સરકારી ખજાનાને એક કરોડ અને 42 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. 

You might also like