કોમનવેલ્થ પાર્લ્યામેન્ટ્રી કોન્ફરન્સ રદ્દ કરતું પાકિસ્તાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાન દ્વારા કોમનવેલ્થ પાર્લ્યામેન્ટ્રી કોન્ફરન્સને રદ્દ કરી દેવામાં આવી છે. પાકિસ્તાને આ કોન્ફરન્સમાં જમ્મૂ અને કાશ્મીર વિધાનસભાનાં સ્પીકરને બોલાવવાનાં મુદ્દે રદ્દ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં યોજાનાર આ બેઠકમાં જમ્મૂ અને કાશ્મીર વિધાનસબા અધ્યક્ષને નહોતા બોલાવવામાં આવ્યા. આ મુદ્દે બંન્ને દેશોવચ્ચે ઘણા સમયથી ચડસાચડસી ચાલી રહી હતી. 

પાકિસ્તાને જમ્મૂ કાશ્મીર વિધાનસભા અધ્યક્ષને રાષ્ટ્રમંડળ સંસદીય સંઘનાં સંમેલનમાં બોલાવવાની મનાઇ કરી દીધી હતી. તેનાં વિરોધમાં ભારતે ઇસ્લામાંબાદમાં 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાનારા સંમેલનનો બહિષ્કાર કર્યો હતો. હવે પાકિસ્તાને આ કોન્ફરન્સને જ રદ્દ રાખવાનો નિર્ણય લીધો છે. 

ભારતનાં ઉધમપુર અને ગુરદાસપુરમાં થયેલા આતંકવાદી હૂમલા બાદથી જ બંન્ને દેશોનાં વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્રણ દિવસ બાદ જ ભારત અને પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની નવી દિલ્હીમાં બેઠક યોજાનાર છે. આ બેઠક પહેલા જ બંન્ને દેશો વચ્ચે રાજનીતિક દાવપેચો જોવા મળી રહ્યા છે.

You might also like