કોઈની સાથે અફેર હોત તો શું જિંદગી બદલાઈ જાતઃ તબ્બુ

મુંબઇઃ તબ્બુ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશી તે સમયે તેની સાથે કામ કરનારાં અભિનેતા-અભિનેત્રીઓ ઘણાં વર્ષો પહેલાં ગૃહસ્થીમાં બંધાઇ ચૂક્યાં છે. તબ્બુ આજે સિંગલ છે અને તે પોતાની આ સિંગલ લાઇફ સંપૂર્ણપણે એન્જોય કરી રહી છે. તે કહે છે, હું સિંગલ છું, એકલી રહું છું અને દરેક ઇવેન્ટ કે પાર્ટી વગર હું એકલી જ આવતી-જતી રહું છું. કદાચ એ જ કારણ છે કે ગોસિપ કોલમ લખનારા લોકોને કે ચેનલ પર કંઇક હટકે બતાવનારાને મારા તરફથી કોઇ મસાલો મળતો નથી, જે તેમની ટીઆરપી વધારી શકે. 

હું હંમેશાં એ વિચારીને હેરાન થાઉં છું કે મારી એકલતાને લઇને શા માટે સમાચાર બનાવાય છે. શા માટે તેને એક રહસ્ય તરીકે રજૂ કરાય છે. તબ્બુના જણાવ્યા મુજબ તે પોતાની લાઇફને સંપૂર્ણ એન્જોય કરી રહી છે. એવું કહેવું ખોટું છે કે હું મારી એકલતા સહન કરી રહી છું. આ બધી વાતો મારી સમજ બહારની છે. મેં લગ્ન કર્યાં હોત અથવા મારે કોઇની સાથે અફેર હોત તો શું પરિસ્થિતિ બદલાઇ જાત. હું એવું માનતી નથી. સાચી વાત તો એ છે કે મારી લાઇફ બહુ જ સિમ્પલ છે.

મારી લાઇફ અંગે કોઇ ગમે તેટલું રિસર્ચ કરી લે તેમાં નવું કંઇ જ નહીં મળે. મેં આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ રિયલ લાઇફ અંગે ક્યારેય વિચાર્યું નથી. મેં ક્યારેય એવાં કોઇ સપનાં જોયાં નથી કે મારા માટે કોઇ રાજકુમાર આવશે અને મને લઇ જશે. હું એમ નથી કહેતી કે લગ્ન જરૂરી નથી. તે ખૂબ જરૂરી છે, પરંતુ મારી લાઇફ માટે તે મારો અંગત ફેંસલો છે. હું મારા નિર્ણયથી ખૂબ ખુશ છું.

You might also like