કોંગ્રેસ પાર્ટી પણ રાજ્યવ્યાપી ધ્વજવંદનના કાર્યક્રમ યોજશે

અમદાવાદ : ભારત  દેશના સ્વાતંત્ર્યપર્વં ૧૫મી ઓગસ્ટના રોજ ઉત્સાહભેર તમામ નાગરિકો જોડાય. ગામે ગામ ધ્વજવંદન કાર્યક્રમ થાય તેવી લાગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રજુ કરી છે. નવસર્જન ગુજરાત અન્વયે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ રાજયના તમામ ગામમાં  ધ્વજવંદન થાય આ ધ્વજવંદન કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો જોડાય તે જરૃરી છે. આપણે સૌ રાષ્ટ્રીય પર્વ નિમિતે સંકલ્પ કરીએ.

જુદા જુદા સ્થળ પર કોંગ્રેસ પક્ષના મુખ્ય આગેવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાશે. કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે  કોચરબ આશ્રમથી શરૃ થશે. જેમાં ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૫૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધાર કરીને નેહરૃ બીજ પદયાત્રા કરશે. જેમાં બીજા ૫૦ કાર્યકરો દરેકના હાથમાં ત્રિરંગા સાથે  જોડાશે.

ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહેશે જેમાં ત્રિરંગાના ત્રણેય રંગોની મહત્વતા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા પ્લેટકાર્ડ સાથે કાર્યકરો જોડાશે. કોચરબ આશ્રમથી પ્રસ્થાન કરેલ નહેરૃ બ્રીજ થઈને  એલીસબ્રિજ બાદ રાજીવ ગાંધી ભવન ખાતે આ કાર્યક્રમનું સમાપન થશે.  કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થનારા ધ્વજવંદન કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે.

– અમદાવાદમાં ભરતસિંહ સોલંકી રાજીવગાંધી ભવન ખાતે સવારે ૯.૩૦ કલાકે ધ્વજવંદન કાર્યક્રમ કરશે

– ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા સવારે ૮ વાગ્યે સેક્ટર-૨૨, કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરશે

– રાજકોટમાં અર્જુન મોઢવાડિયા સવારે ૯ વાગ્યે ત્રિકોણબાગ ખાતે ધ્વજવંદન કરશે.

 

– તાપીમાં તુષારભાઈ ચૌધરી સવારે ૯.૩૦ વાગ્યે એપીએમસી માર્કેટમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજશે.

You might also like