કોંગ્રેસ કાર્યકર્તાઓએ કબુતરોને રોકેટમાં પુરીને ઉડાવી દીધા

કોવ્વૂર : આંધ્રપ્રદેશનાં કોવ્વૂરૂ શહેરમાં એક શરમજનક વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ એન. રધુવીરા રેડ્ડીને ખુશ કરવા માટે જીવતા રોકેટમાં કબુતરો ભર્યા હતા. કબુતરોને તેમાં રાખ્યા બાદ તેમાં આગ લગાવી દીધી હતી. વીડિયોમાં કાર્યકર્તાઓએ જીવતા કબુતરોને રોકેટમાં પુરતા દેખાડવામાં આવ્યા છે. તે લોકોનું માનવું હતું કે જ્યારે રોકેટ ફાટશે ત્યારે કબુતર આઝાદ થઇને ઉડી  જશે. જો કે તેનાંથી ઉલ્ટું થયું હતું અને રોકેટ ઉડતા જ ફાટી ગયું હતું અને તેમાં બંધ કબુતરનું મોત થયું હતું.

એક સમાચાર ચેનલનાં અનુસાર વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાગળનાં બનેલા કોનમાં કબુતરોને પુર્યું હતું. જેમાં પહેલાથી જ રોકેટ ફિટ કરવામાં આવેલું હતું. ત્યાર બાદ ઉપરથી ઢાંકણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે રોકેટ સળગાવ્યા બાદ કબુતરો ઢાકણ ખોલીને બહાર આવી શક્યા નહોતા. તેમનું મોત નિપજ્યું હતું. 

પશુઓ માટે કામ કરવા આવેલા એનજીઓએ શહેર કોંગ્રેસની વિરુદ્ધ જાનવરોનાં પ્રત્યે ક્રુર વ્યવહાર કરવાનાં આરોપમાં પોલીસમાં પ્રથમ સુચનાં રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે અત્યાર સુધી આ ઘટના અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી. 

You might also like