કોંગ્રેસ ઓવરસીઝ અધ્યક્ષ જુનૈદ કાઝીનું રાજીનામું

નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગે હવે એક નવો પર્દાફાશ થયો છે. રાહુલ ગાંધીની વિદેશ યાત્રાને લઈને કોંગ્રેસ તરફથી પેશ કરવામાં આવેલા પુરાવા સામે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ દ્વારા રાહુલની એસ્પેનમાં હાજરી દર્શાવતી તસવીરો સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. 

ઈન્ડિયન નેશનલ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ જુનૈદ કાઝીએ જ્યારે એ‍વું જણાવ્યું કે તેમને રાહુલ ગાંધીના એસ્પેન પ્રવાસ અંગે જાણ નથી ત્યારે કોંગ્રેસનો કચરો થઈ ગયો હતો. આ વિવાદ આગળ ધપતા કોંગ્રેસ ઓવરસીઝના અધ્યક્ષ જુનૈદ કાઝીએ પોતાનું રાજીનામું આપી દીધું છે.

એવું માનવામાં આવે છે કે રાહુલની વિદેશ યાત્રાને લઈને ઊભા થયેલા વિવાદને શાંત કરવાના પ્રયાસ હેઠળ કોંગ્રેસને આ પગલું ભરવાની ફરજ પડી છે, પરંતુ થોડી વારમાં જ વિદેશમાં કોંગ્રેસના અમેરિકન એકમ ઈન્ડિયન નેશનલ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ જુનૈદ કાઝીએ જણાવ્યું હતું કે રાહુલ આવા કોઈ સંમેલનમાં ભાગ લીધો નથી. 

જુનૈદ આ નિવેદન બાદ તેમને પણ રાજીનામું આપવું પડ્યું છે. જુનૈદે જણાવ્યું હતું કે જ્યારે ઈન્ડિયન નેશનલ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી તો તેમણે પૂછવા છતાં કોંગ્રેસે તેમને રાહુલ ગાંધી અંગેની કોઈ માહિતી આપી ન હતી.

You might also like