કેવું રહેશે તમારું આ અઠવાડિયુંઃ સાપ્તાહિક રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ સમયગાળો એવો  છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આપના વ્યવાસાયિક કે અંગત સંબંધોના કેન્દ્ર સ્થાને લોકો જ હશે. આપની સફળતા પણ મુખ્ય ભૂમિકા લોકોની નિપુણતાની જ હશે. એવું ગણેશજી માને છે. આ બાબત આપની જનસંપર્ક માટેની આડત વધારવામાં મદદ કરશે અને આપની લોકપ્રિયતા અને ઉત્પાદકતામાં વધારો  કરશે. મીડિયાને લગતા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની કુશળતા સાબિત કરવાનો મોકો મળશે.

વૃષભ (બ,વ,ઉ) : આ સપ્તાહ દરમિયાન વાતચીત અને સંદેશ વ્યવહારના માધ્યમ દ્વારા વધુમાં વધુ લાભ મેળવશો. આશ્ચર્યની વાત એ છે કે આ જ સમયગાળા દરમિયાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતની જ આપ સારી કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપ સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમિયાન આપશો. અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવશો તથા આપની કાબેલિયત વિકસાવવામાં તેનો ઉપયોગ કરશો.

મિથુન (ક,છ,ઘ) : આ સમયગાળામાં સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર જવાબદારીઓ, કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે. પણ આધ્યાત્મિક વાતમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો આપનો પ્રેમ આપનામાં જુસ્સાનો સંચાર કરશે. જોકે, આપના બાળકો, માતા-પિતા અને સંબંધીઓ આપને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે આપની આ લાક્ષણિકતાઓ છતી થશે. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અબોલ પશુઓની સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

કર્ક (ડ,હ) : લોકો પર આપનો વિશેષાધિકાર રહેશે. ભૂતકાળમાં આપે વિવિધ યોજનાઓની બહુ રસપ્રસદ રૂપરેખાઓ તૈયાર કરી હતી પરંતુ કમનસીબે આ રૂપરેખાઓ કાગળ પૂરતી સીમિત રહી ગઇ હતી પરંતુ આનો અર્થ એવો નથી કે આપે એ કમનસીબ બદલ રાતોની ઊંઘ ગુમાવી દેવી, કારણ કે આપનું આ સપ્તાહ આનંદ અને ખુશીઓની ભરતી લઇને આવ્યું છે. આપ નવું સાહસ હાથ ધરવા જઇ રહ્યા છો જે આપનું સારું ધ્યાન માગી લેશે.

સિંહ (મ,ટ) : કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે. અને આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. ગણેશજી કહે છે કે આપની સર્જનાત્મકતા પૂરજોશમાં બહાર આવશે. લોકો અને પરિવાર સાથેના સંબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. આપનામાં રહેલી મોહકતા અને સારી સમજણ આપની અંગત વાતચીતને વધુ ઉત્તેજિત અને ઉત્સાહસભર બનાવશે. આપ સંશોધન, અભ્યાસ, ઉચ્ચ અભ્યાસની દિશા પસંદ કરશો.

કન્યા (પ,ઠ,ણ) : આપ જે કોઇ કાર્ય કરશો તે સંપૂર્ણ ગંભીરતાથી કરશો. સૌ પ્રથમ આપ ધ્યાન કે‌િન્દ્રત કરવા જેવાં ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસો કરશો. આપને આપના માટે, આપના જીવનસાથી કે બાળકો માટે નવાં વસ્ત્રો ખરીદવીની જરૂરત મહેસૂસ થશે. આપ કદાચ નવી ક્લબ, જિમ કે કોઇ સ્ટડી ગ્રૂપમાં આપનું નામ નોંધવશો. આની પાછળ આપના દેખાવમાં બદલાવ લાવવાની ઇચ્છા અને નવું નવું જાણવાની વૃત્તિ કામ કરતી હશે. આપ જિમમાં કસરત કરીને કે મેકઅપ દ્વારા વ્યક્તિત્વને વધુ ધ્યાનાકર્ષક બનાવવાની કોશિશ કરશો.

તુલા (ર,ત) : પ્રિયતમાને પ્રભાવિત કરવા માટે આપ આપની આસપાસના લોકોમાં છવાઇ જવાનો અને ચમકવાનો પ્રયત્ન કરશો. સ્વયંને પુરવાર કરવાના વધુ પડતા ઉત્સાહમાં આપને કંટાળાજનક જવાબદારીઓ સંભાળવાનો પણ વાંધો નહીં હોય. આપના આટલો જુસ્સો જોઇને ગણેશજી ધ્યાનમાં ‌સ્થિરતા જાળવવા અને જીવનની વાસ્તવિકતાઓ તરફ દુર્લક્ષ્ય ન કરવા જણાવે છે. જવાબદારીઓ અને પરિવાર માટેનો સ્નેહ ખાસ કરીને કીમતી વસ્તુઓ, પૈસા, વારસો, ભેટ સોગાદો વગેરેની વિશેષ સંભાળ લેવા ગણેશજી કહે છે.

વૃશ્ચિક (ન,ય) : રોકાણ અને સોદાઓની બાબતમાં આપ વિજેતાના મૂડમાં હશો તેથી સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ અને સંતોષ તથા નાણાંનો પ્રવાહ વહેતો થશે. શેરોના ભાવ ઊંચા જશે. આપ આપના પ્રિયપાત્ર, મિત્રો કે દૂરના પરિવારજનો સાથે લાગણીઓની આપ લે કરશો તે નવા શિખરો સર કરશે. વધુમાં , આપ આપની અથાગ મહેનતનું ઘણું સારું વળતર મેળવશો. ગણેશજી આપની સાથે છે. આ સમયે આપને સ્વયંસ્કૂરિત પ્રેરણા થશે તેમ લાગે છે. 

ધન (ભ,ધ,ફ) : સપ્તાહની શરૂઆત ખૂબ સારી થઇ રહી છે. આપ છેલ્લા થોડા સમયથી જવાબદારીઓનો જે બોજ મનમાં લઇને ફરી રહ્યા હતા તે હવે હળવો થતો જણાશે. આપ અંગત જીવનમાં ફેરફારો લાવવા માટે જાગૃત થશો. વધુમાં આપ આપની કામની જવાબદારીઓ અને મનોરંજન બંનેમાં કુશળતા પ્રદર્શિત કરશો. હંમેશ કરતાં સામાજિક સંબંધોમાં વધારે ઉત્સાહિત રહેશો. આપ આપના નાણાકિય પોર્ટફોલિયો અને વ્યવસાયિક ક્ષેત્રને સુધારવાનો પ્રયત્ન કરશો. આપની આ ઉદાત્ત ભાવનાનો લાભ પર્યાવરણ સૃષ્ટિને પણ મળશે.

મકર (ખ,જ) : આ સમયગાળામાં આપ મિત્રોથી લઇને સહકર્મચારીઓ, સ્વજનો, પતિ અથવા પત્ની, માતા-પિતા અને બાળકો તમામ સાથે સારા સંબંધો રાખશો. મતભેદો ઊભા થઇ શકે છેે, પણ વિચારોનું આદાનપ્રદાન ઉષ્મા અને ડહાપણભર્યું રહેશે. સાચા જ્ઞાન અને બૌદ્ધિક વિકાસનું મહત્વ સમજીને આપ અત્યાધુનિક કુશળતા કેળવવામાં પોતાની જાતને સુસજ્જ કરશો તેમજ જે ક્ષેત્રમાં માહેર છો તે ક્ષેત્રની આધુનિક ટેકનોલોજીથી પણ વાકેફ થશો પછી તે ઇન્ફર્મેશન ટેકનોલોજીનું ક્ષેત્ર હોય કે દુન્યવી ડહાપણનું ક્ષેત્ર હોય.

કુંભ (ગ,શ,સ) : અંગત અને નાણાકીય દૃષ્ટિએ આનંદ લાવશે. જો કે ગણેશજી આપને વધુ પડતા ઉશ્કેરાઇ ન જવા તેમ જ શાંતિ રાખવા જણાવે છે. વારંવાર આપ ચિંતાગ્રસ્ત અને અસ્વસ્થ બની જાઓ છો, તે આપની અંદર નકારાત્મક અસરો ઊભી કરશે. માનસિક હાલત વધુ તનાવભરી બનાવશે. જેથી આપે ચિંતાઓને ઉકેલવા વિવિધ રસ્તાઓ અને માધ્યમો શોધવાં પડશે. આ સમયગાળા દરમિયાન પ્રેમ અને પૈસા બંને બાબતમાં વ્યવહારુ બનીને પોતાની જાતને સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.

મીન (દ,ચ,ઝ,થ) : આ સપ્તાહ દરમિયાન આપનું મનોવલણ, આચરણ અને સંબંધો નવા સ્તરે પહોંચશે. આપનાં જોશ જુસ્સો પણ વધશે. જેના કારણે ઓફિસમાં આપની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. અંગતક્ષેત્રે આપની સાથેના લોકો આપના દરકાર અને લાગણીભર્યા સ્વભાવની ઉષ્માનો સુખદ અનુભવ માણશો. કામની ચિંતા, કારકિર્દી અને આપની નાણાકીય બાબતો પર પણ આ સપ્તાહે વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. સારી વાત એ છે કે આ તબક્કાને આપ સૌથી વધુ માણશો. નાણાં બમણાં થશે અને રોકાણમાં વધારે થશે. બોનસનો લાભ મળવાની પણ શક્યતા હોવાનું ગણેશજી કહે છે.

 

You might also like