કેપ્ટન ધોનીની નબળાઈઓ ડુ પ્લેસિસ સારી રીતે જાણે છે

ચેન્નઈ સુપર કિંગ્સ પરના બે વર્ષના સસ્પેન્શનને કારણે આઇપીએલમાં ભવિષ્ય ભલે અનિશ્ચિત હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના ટી-૨૦ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું માનવું છે કે આઇપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં પાંચ સિઝન રમ્યો હોવાથી મારી રમતમાં ઘણો નિખાર આવ્યો છે. ડુ પ્લેસિસને જ્યારે પૂછવામાં આવ્યું કે સીએસકેમાં સાથે રમ્યા હોવાને કારણે વર્તમાન શ્રેણીમાં ધોનીની કેપ્ટનશિપનો તેના પર કેવો પ્રભાવ પડશે? આ સવાલના જવાબમાં ડુ પ્લેસિસે જણાવ્યું, ”હું  હંમેશાં ધોનીને પૂછતો રહું છું કે તે આટલાે શાંતચિત્ત કેવી રીતે રહી શકે છે. ધોની અંગે હું બે વાત કહી શકું. હું ભાગ્યશાળી રહ્યો કે હું તેની કેપ્ટનશિપમાં રમ્યો અને બીજી વાત એ કે હું જાણું છું, તે શું કરી શકે છે.” ડુ પ્લેસિસનું માનવું છે કે દબાણની પરિસ્થિતિઓમાં પણ ધોની શાંત રહી શકે છે. દ. આફ્રિકાની ટીમમાં ઘણા એવા ખેલાડી છે, જે સીએસકે તરફથી રમી ચૂ્ક્યા છે.
You might also like