કેન્સરનું નિદાન કરવા માટે સ્માર્ટ ઓનલાઈન એપ 

સાયન્ટિસ્ટોએ એવું ઓનલાઈન ટૂલ તૈયાર કર્યું છે જે ક્લિનિકલી લગભગ એક જેવી જ દેખાતી ગાંઠના કોષો વચ્ચેનો ભેદ પારખવામાં મદદ કરે. અા સોફ્ટવેર ઓનલાઈન ફ્રીમાં અવેલેબલ છે.

અા એપ ડોક્ટરોને કેન્સરનો પ્રકાર અને પ્રકૃતિ સમજવામાં મદદ કરે એમ છે જેનાથી સારવારમાં પણ ફરક પડે છે. ખાસ કરીને કેન્સરના કોષો જે એકસરખા દેખાતા હોય છે એ અલગ અલગ પ્રકારની જિનેટિક ગરબડને કારણે પેદા થતા હોય છે. અા મ્યુટેશન કહેવાય છે.

અમેરિકાના ન્યુયોર્કની કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના પ્રોફેસરનું કહેવું છે કે તમે જો માનતા હો કે એક ગાંઠમાં બધા કોષો એક જ પ્રકારના હશે તો એ સાચું નથી. એક જ ગાંઠમાં પણ વિવિધ પ્રકારની ગરબડો કારણભૂત હોઈ શકે છે. ગિન્કો નામનો ઓનલાઈન પ્રોગ્રામ અા સિંગલ સેલનું વિશ્લેષણ કરીને કેન્સરસ કોષોની સંખ્યા અને એમાં થયેલી ગરબડનો અભ્યાસ કરીને એક પેટર્ન તૈયાર કરવામાં મદદ કરે છે.

You might also like