કેન્દ્ર મૃત્યુદંડની સજા નાબૂદ કરવાની ભલામણને ફગાવી દેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય મૃત્યુદંડની સજા નાબૂદ કરવાની વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલય મૃત્યુદંડ નાબૂદ કરવાની ભલામણને એવા સૂચન સાથે ફગાવી દેનાર છે કે ત્રાસવાદના ખતરા અને જોખમને ધ્યાનમાં લેતાં મૃત્યુદંડની સજા નાબૂદ કરવાનો સમય હજુ પાક્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કાયદાપંચે મૃત્યુદંડની સજા નાબૂદ કરવાની ભલામણ કરી છે. કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ મહર્ષિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ત્રાસવાદ િસવાયના કેસમાં મૃત્યુદંડની સજા નાબૂદ કરવાના સમર્થનમાં કાયદા પંચના અહેવાલ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ગૃહ મંત્રાલયના અેક અધિકારીએ જણાવ્યું હતું કે આ ભલામણ પર ગૃહ મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે અને આ સપ્તાહના અંતે આખરી નિર્ણય લેવામાં આવનાર છે. મૃત્યુદંડ નાબૂદ કરવાની કાયદાપંચની ભલામણ ફગાવી દેવામાં આવશે એવા નિર્દેશો મળી રહ્યા છે. અધિકારીઓનો મત છે કે ભારતમાં ત્રાસવાદના ખતરાને ધ્યાનમાં લેતાં મૃત્યુ દંડ નાબૂદ કરવાનો હજુ સમય પાક્યો નથી. કાયદાપંચે પોતાના રિપોર્ટમાં ત્રાસવાદ િસવાયના કેસોમાં મૃત્યુદંડની સજા તત્કાળ નાબૂદ કરવાની ભલામણ કરી છે.
You might also like