કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ લેવા છતાં ૧૩ રાજ્યમાં ટોઇલેટ બન્યાં જ નથી

નવી દિલ્હીઃ સ્વચ્છ ભારત અભિયાનના જાદુઈ અંકને પૂરાે કરવા કેન્દ્રની ભરપૂર કાેશિશ છતાં હજુ પણ દેશના ૧૩ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યમાં ટાેઇલેટનું નિર્માણ થઈ શકયું નથી, જેમાં બિહાર, પશ્વિમ બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તર-પૂર્વનાં પાંચ રાજ્યનાે સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયનાં સૂત્રાેના જણાવ્યા અનુસાર આમાંથી માેટા ભાગનાં રાજ્યને ગત નાણાકીય વર્ષમાં જ ફંડ આપવામાં આવ્યું છે.

ત્યાં અેક પણ ટોઇલેટનું નિર્માણ થઈ શક્યું નથી. ટાેઇલેટ નિર્માણમાં બેદરકારીથી નારાજ કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુઅે મંત્રાલયના અધિકારીઆેને રાજ્ય સાથે વાત કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારના અેક અધિકારીઅે જણાવ્યું કે નાણાકીય વર્ષ પૂરું થયાને પણ ત્રણ માસ થઈ ગયા, પરંતુ ટાેઇલેટના નિર્માણનાે અહેવાલ બતાવે છે કે કેટલાંક રાજ્ય કેટલાક અંશે નિષ્કિય છે.

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બિહારને ૩૭.૭ કરાેડ, પશ્વિમ બંગાળને ૬૪ કરાેડ, ઝારખંડને ૧૫.૨૭ કરાેડ અને કેરળને ૧૯.૧૮ કરાેડની આર્થિક મદદ કરવામાં આવી છે. મંત્રાલયના અેક અધિકારીઅે જણાવ્યું કે હવે અમે દર મહિને ટાેઇલેટના નિર્માણ અને વેસ્ટ મેનેજમેન્ટનાે અહેવાલ મંગાવવાનું શરૂ કર્યું છે.

You might also like