કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૨૫ ટકા વધશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગે સાતમા વેતન પંચનો અહેવાલ ટૂંક સમયમાં જ સરકારન સુપ્રત કરવામાં આવનાર છે. સાતમાં વેતન પંચના અહેવાલમાં ૨૫ ટકા સુધી પગાર વધારાની ભલામણ કરવામાં આવી છે. અહેવાલ મળ્યા બાદ તેના પર ઝડપી કામ થઇ શકે છે. સરકાર આ દિશામાં હાલ કામ કરી રહી છે. સાતમા વેતન પંચની ભલામણને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી અમલી કરવામાં આવનાર છે. અહેવાલ આવી ગયા બાદ પીએમઓ દ્વારા પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. સાતમાં વેતન પંચની ભલામણને લઇને હાલમાં કેન્દ્રિય કર્મચારીઓમાં ભારે ચર્ચા છે. આની ભલામણને ક્યારેય અમલી કરાશે તેને લઇને કર્મચારીઓ રાહ જોઇ રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જંગી વધારો થઇ જશે. તીવ્ર મોંઘવારીમાં લોકોને સીધો લાભ થશે. પે કમિશનની ભલામણો આવી ગયા બાદ સરકાર ખૂબ ઝડપથી આગળ વધશે. પીએમઓ સાથે ચર્ચા કર્યા બાદ આને લાગુ કરવામાં આવનાર છે. પે કમિશનની ભલામણ આવ્યા બાદ સરકાર પહેલા પોતાના ખજાનાને જોશે અને ત્યારબાદ નિર્ણય કરશે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્લોબલ ઈકોનોમીની મંદીના પરિણામ સ્વરૃપે ભારતમાં મૂડીરોકાણની ગતિ ખૂબ ધીમી થયેલી છે. વિદેશી ભંડોળમાં પણ ઘટાડો થયો છે. મોદીએ બિહાર માટે મોટા પેકેજની જાહેરાત કરી દીધી છે. જીએસટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવા માટે પણ જંગી રોકડ રકમની જરૃર પડશે. આવી સ્થિતિમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે પહેલાથી જ ખજાનો ખોલતા પહેલાં વિકલ્પો પર વિચારણા કરશે. છઠ્ઠા વેતન પંચ બાદ કેન્દ્રના ખજાના ઉપર દર વર્ષે ૧૫૭૦૦ કરોડ રૃપિયાનો બોજ પડ્યો હતો. રાજ્યોના ખર્ચમાં ૧૮-૩૦ ટકાનો વધારો થયો હતો. સાતમા વેતન પંચની ભલામણો પહેલી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવનાર છે.જો આને અમલી બનાવવામાં આવશે તો સરકારી ખજાના ઉપર  ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ કરોડ રૃપિયા સુધીનો ખર્ચ વધી શકે છે. રાજ્યોના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. સાતમા વેતન પંચ દ્વારા જુદી-જુદી ભલામણો કરવામાં આવી છે જે મુજબ પગારમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવનાર છે.

You might also like