કેદીઓએ નિર્ભયાનાં આરોપીનાં હાડકા ફરી કર્યા ખોખરા : હાથ ભાંગ્યો

નવી દિલ્હી : દિલ્હી નિર્ભયા બળાત્કારનાં દોષીત વિનય શર્મા પર જેલમાં હૂમલો થયાનાં સમાચાર છે. મળતી માહિતી અનુસાર તિહાડ જેલનાં કેદીઓ દ્વારા જ વિનય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હૂમલામાં વિનયનાં હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું. નિર્ભયમાં કેસમાં પાંચ દોષીતો પૈકી એક જીમ ટ્રેનર એવા વિનય શર્માને નિર્ભયા કેસમાં અપહરણ, બળાત્કાર અને હત્યાનો દોષિત જાહેર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યાર બાદ તે તિહાડ જેલમાં ફાંસીની રાહ જોઇ રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસનાં આરોપીઓ પર અગાઉ પણ જેલમાં હૂમલો થઇ ચુક્યો છે. જ્યારે આ કેસમાં આરોપી એવા રામસિંહે કથિત રીતે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાં બાદ તિહાડ જેલની આંતરિક સુરક્ષા પર ફરી એકવાર પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક રિપોર્ટ અનુસાર માર્ચથી જુન દરમિયાનનાં 4 મહિનાની અંદર જ જેલમાં થયેલા આંતરિક વિખવાદમાં 17 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર, 2012નાં રોજ વિનય શર્મા, રામ સિંહ, મુકેશ સિંહ, અક્ષય અને પવને એક યુવતી પર ચાલુ બસે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ તેની ક્રુરતા પુર્વક હત્યા કરીને તેને ચાલુ બસે રસ્તા પર ફેંકી દઇને ભાગી છુટ્યા હતા. 

You might also like