કેદારનાથમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઈઃ ઠંડીની શરૂઆત

દહેરાદૂનઃ હિમાલયની તળેટીમાં વસેલા પર્વતાળ પ્રદેશ ઉત્તરાખંડમાં મોસમે એકાએક કરવટ બદલી હતી અને સમગ્ર રાજ્યભરમાં ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. જ્યારે કેદારનાથમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી. હવામાનખાતાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોસમની પ્રથમ હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન, કોટદ્વાર, પિથોડાગઢમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.

ભારે હિમવર્ષા અને ઠંડી હોવા છતાં ૪૧૯ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. જિલ્લા વહીવટીતંત્રએ સોનપ્રયાગથી  ૧૬૦ અને ગૌરીકુંડથી ૧૧૯ યાત્રીઓને કેદારનાથ જવા દીધા હતા, તેમાં ૨૪૮ પુરુષો અને ૧૪૯ મહિલાઓ, ૧૮ બાળકો, બે વિદેશી પુરુષો અને એટલી સંખ્યામાં વિદેશી મહિલાઓનો સમાવેશ થતો હતો. હેલિકોપ્ટરની ૮૪ ઉડાન દ્વારા ૩૫૫ યાત્રીઓએ બાબા કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. વરસાદના કારણે  ઉત્તરાખંડમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 

You might also like