કેટને યાદ અાવે છે બાળપણના દિવસો

કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઊંચાઇ પર કેમ ન પહોંચી જાય, પરંતુ તેને હંમેશાં તેના ભૂતકાળની યાદ તો અાવતી જ હોય છે. બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે અાજે બોલિવૂડમાં એક મુકામ મેળવી લીધો છે, છતાં પણ તેને તેના પરિવાર અને બાળપણની યાદો સતાવે છે. કેટરીનાને બોલિવૂડમાં દસ વર્ષ પૂરાં થયાં છે. તેના નામ પર ઘણી હિટ ફિલ્મો છે. નાનપણમાં તે ક્યારેય પણ ત્રણ-ચાર વર્ષથી વધુ સમય એક જ ઘરમાં રહી નથી. તેનો પરિવાર હંમેશાં હોંગકોંગ-લંડન જેવાં શહેરોમાં શિફ્ટ થતો રહેતો. તેની માતા સોશિયલ વર્કર અને લોયર હતી, તેથી દર ત્રણ-ચાર વર્ષે તેને અલગ અલગ જગ્યાએ શિફ્ટિંગ મળતું.

બાળપણમાં કેટરીના નાસામાં જવાનાં સપનાં જોતી હતી. અા ઉપરાંત તેને ફાયરફાઈટર કે સ્ટન્ટ વુમન બનવાની ઈચ્છા હતી, જોકે તેનાં અા સપનાં ક્યારેય પૂરાં ન થયાં, પરંતુ ફિલ્મોમાં સ્ટન્ટ સીન કરીને તે તેના મનને થોડી તસલ્લી અાપી દે છે. તે પોતાની બહેનો સાથે રમતી વખતે ફાયરફાઈટિંગ કે સ્ટન્ટ કરતી રહેતી. તેની છ બહેન અને એક ભાઈ છે. ઘરે તેની બહેનો તેને ઉલ્લુ બનાવતી. 

વિદેશી મૂળની હોવા છતાં કેટરીના બોલિવૂડમાં એ રીતે ભળી ગઈ, જેમ કે તે કોઈ ઈન્ડિયન જ હોય. કેટરીનાએ તાજેતરમાં અાપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી તેના મનમાં રણબીર કપૂર સિવાય કોઈની પણ સાથે લગ્ન કરવાનો વિચાર અાવ્યો નથી, પરંતુ અા બધી તો ફિલ્મી દુનિયાની વાત છે. અહીં ફિલ્મસ્ટારનાં મન બદલાતાં એક સેકન્ડનો પણ સમય થતો નથી. 

 

You might also like