કેજરીવાલે પોતાનાં ઘરમાં ડેન્ગ્યું કન્ટ્રોલ ટીમને ન ધુસવા દીધી

નવી દિલ્હી : નોર્થ દિલ્હી મ્યૂનિસિપલ કોર્પોરેશને રવિવારે આરોપ લગાવ્યો કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનાં અધિકારીક આવાસમાં ડેન્ગ્યુ કંટ્રોલ ટીમને પ્રવેશવા દીધી નહોતી. એક અખબારનાં રિપોર્ટ અનુસાર ભાજપનાં નિયંત્રણવાળા નગર નિગમનાં વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે મુખ્યમંત્રીનાં આવાસ પર ડેન્ગ્યુ વિરોધી કેમિકલ છાંટી નહોતા શક્યા.

 એક અધિકારીએ જણાવ્યું કે અમે એમસીડીનાં પ્રવધાન હેઠળ મુખ્યમંત્રીનાં પાડોશીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અમને આશંકા છેકે આ વિસ્તારનાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જ થયેલા વરસાદનાં કારણે નગર નિગમે શહેરમાં ડેન્ગ્યું અવરોધી અભિયાન ચલાવ્યા છે. બીજી તરફ દિલ્હીની આપ સરકારે પબ્લિક હેલ્થનાં નામે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી સરકારનાં એક અધિકારીએ કહ્યું કે જો તેમને અમારા સહયોગની જરૂર હતી તો તેમણે યોગ્ય સમયે આવવું જોઇતુ હતું. સવારનાં પહોરમાં મુખ્યમંત્રીને મળવાનો સમય લીધા વગર જ પહોંચી જવું અને પછી આવી અફવા ફેલાવવી તેનાંથી સ્પષ્ટ થાય છે કે ભાજપ એમસીડીનો ઉપયોગ પણ અમારો કુપ્રચાર કરવા માટે કરી રહ્યું છે. 

નગર નિગમનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર મેયર રવિંદર ગુપ્તા અને એન્ડી ડેન્ગ્યુ ટીમ કેજરીવાલનાં ઘરે રવિવારે સવારે ગઇ હતી. કેજરીવાલે ગુપ્તાને મળવાનો ઇન્કાર કરી દીધો હતો અને ટીમને પોતાનાં ધરમાં જ ધુસવા દીધી નહોતી. 

You might also like