કેજરીવાલનો જન્મદિવસ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને જન્મ દિવસની શુભકામના આપી. જેનો અરવિંદ કેજરીવાલે તત્કાલ જવાબ આપતાં ટ્વિટ કરી ધન્યવાદ કહ્યું હતું. તેમજ કેજરીવાલે પીએમ મોદીને પાટનગર દિલ્હીની સ્થિતિ પર ચર્ચા કરવા મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર શુભચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ દીર્ઘાયુષ્ય તેમજ સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. અરવિંદ કેજરીવાલે વડા પ્રધાનની શુભકામના અંગે ધન્યવાદ કહ્યું હતું. 

You might also like