કિલર સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે

અમદાવાદ : ગુજરાતના વિવિધ ભાગોમાં સ્વાઈન ફ્લુએ હાલમાં જોરદાર આતંક મચાવ્યો છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. વધુ છ કેસો સ્વાઈન ફ્લુના સપાટી પર આવ્યા છે. સ્વાઈન ફ્લુના વધતા જતા કેસોને લઈને તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છતાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાઈન ફ્લુના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨૨૭૮થી વધુ થઈ ચુકી છે.

જ્યારે સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો પહેલી જાન્યુઆરી બાદથી ૧૩૨ ઉપર પહોંચી ચુક્યો છે. જાણકાર નિષ્ણાંતોનું કહેવું છે કે સ્વાઈન ફ્લુના લક્ષણો દેખાયા બાદ પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોડેથી સ્વાઈન ફ્લુના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા.ઘાટલોડિયાની ૩૫ વર્ષીય મહિલા પણ આ વાયરસ માટે ટેસ્ટ પોઝિટીવ આવી છે. તેને પાલડીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

સિવિલમાં પણ અન્ય એક સરસપુરની મહિલાને દાખલ કરવામાં આવી છે. ઈન્ફેક્શનગ્રસ્ત રોગના નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.મોનસુનની સીઝન પૂર્ણ થયા બાદ આ પ્રકારના ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.

૩૫ ડિગ્રીથી વધુ તાપમાન અને ભેજના સ્તર તેમજ બફારાના પરિણામ સ્વરૂપે આના લક્ષણો જોવા મળે છે. સ્વાઈન ફ્લુના કારણે પહેલી જાન્યુઆરી બાદથી ૧૩૨ લોકોના મોત થઈચુક્યા છે.જુલાઈ બાદથી એકલા સુરત શહેરમાં ૧૨ લોકોના મોત થયા છે. વડોદરા, અમરેલી, પાટણ અને દ્વારકામાં પણ ૧-૧નું મોત થયું છે. રોગચાળાને રોકવા માટે પગલા બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે.

You might also like