કાેંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશની જવાબદારી સાેંપે તેવી સંભાવના

નવી દિલ્હીઃ કાેંગ્રેેસ પાર્ટી મધ્યપ્રદેશની જવાબદારી હવે પૂર્વ કેન્દ્રીય પ્રધાન કમલનાથને સાેંપવાનું આયાેજન કરી રહી છે. સૂત્રાેના જણાવ્યા અનુસાર મિશન ૨૦૧૮ની તૈયારી માટે પાર્ટી અત્યારથી જ તેમને સક્રિય બનાવવા માગે છે. જાે રાજકીય પરિસ્થિતિમાં કાેઈ ફેરફાર નહિ થાય તાે તેની જાહેરાત દશેરા બાદ થઈ શકે છે. રાજ્યમાં જુથબંધીને લઈને હાઈ કમાન્ડ સુધી પહાેંચેલી ફરિયાદાેથી હાઈ કમાન્ડે પ્રદેશ કાેંગ્રેસમાં પરિવર્તન કરવા નિર્ણય લીધાે છે. સૂત્રાેના જણાવ્યા અનુસાર આ નિર્ણય પાછળ કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ રસ છે. જે રાજ્યમાં પાર્ટી ફરી ઊભાે કરવા માગે છે. અે જ કારણ છે કે તેઆે અનુભવ સાથે પાર્ટીના માેટા ચહેરાના કાર્યકરાે પાસેથી ફીડબેક મેળવી રહ્યા છે. અને તેના આધારે કમલનાથને મેદાનમાં ઉતારવાની તૈયારી અંગે પાર્ટી વિચારણા કરી રહી છે. સિંધીયા હાલ રાષ્ટ્રીય રાજકારણમાં રહેશે અને સૂત્રાેનું માનીઅે તાે પાર્ટી મધ્યપ્રદેશમાં કમલનાથને આગળ વધારવા સાથે બીજા માેટા દિગ્ગજ નેતા જ્યાેતિરાદિત્ય સિંધિયાને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય કરશે.

You might also like