કાશ્મીર: હાફ મેરેથોનમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રવિવારે પહેલીવાર આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ઉપદ્રવીઓએ રંગમાં ભંગ પાડ્યો હતો. જેનાં કારણે જોત જોતામાં મેરેથોન હિંસક બની ગઇ હતી અને પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે પરિસ્થિતી તંગ થઇ ગઇ હતી. પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો અને પાકિસ્તાનનાં ઝંડા લહેરાવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને ભગાડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

એક સમાચાર ચેનલ અનુસાર સત્તામાં રહેલી પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)એ દાવો કર્યો છે કે મેરેથોન દરમિયાન થોડા બદમાશો ઘુસી ગયા હતા અને તેમણે મહિલા દોડવીરો સાથે છેડછાડ ચાલુ કરી દીધી હતી. જેનાં કારણે આ પરિસ્થિતી પેદા થઇ હતી. પીડીપીના યુવા એકમનાં અધ્યક્ષ વાહીદા પારાએ કહ્યું કે થોડા લોકોએ મહિલા દોડવીરો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન તેઓ ટીજિંગ અને છેડતીની જે ઘટનાં બની તે ખુબ જ નિંદનીય છે. પારાનો દાવો છે કે પાકિસ્તાની ઝંડા લઇને નારેબાજી કરી રહેલા લોકોએ જ છેડછાડ કરવાનો પણ પ્રયત્ન પણ કર્યો હતો. 

(પાકિસ્તાની ઝંડા લહેરાવાની સાથે સાથે નારેબાજી પણ કરવામાં આવી હતી.)

બીજી તરફ પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે થોડા યુવકો નારેબાજી અને પત્થરમારો કરી રહ્યા હતા. આ કારણે ટીયર ગેસનાં શેલ છોડવામાં આવ્યા હતા. જો કે પોલીસનો એ પણ દાવો છે કે હાલ પરિસ્થિતી કાબુમાં છે. 

પારોએ કહ્યું કે આ બિનરાજનીતિક કાર્યક્રમ હતો અને રાજનીતિજ્ઞોએ સ્વેચ્છાએ તેમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. આ બિનરાજનીતિક કાર્યક્રમ હતો ન કે રાજનીતિક કાર્યક્રમ, પૂર્વમુખ્યમંત્રી ઉમર અબદુલ્લા અને મારા ઉપરાંત અન્ય રાજનીતિજ્ઞોએ આ કાર્યક્રમમમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

(મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા દોડવીરો સાથે પણ ગેરવર્તણુંક કરાઇ)

જો કે પરિસ્થિતી જોતા ઉમરે મેરેથોનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. 21 કિલોમીટર લાંબી હાફ મેરેથોન રવિવારે સવારે હઝરતબલ ખાતે આવેલ કાશ્મીર યુનિવર્સિટીથી ચાલુ થઇ હતી. તેમાં 15 આંતરરાષ્ટ્રીય એંથલીટોએ ભાગ લીધો હતો અને 15,000થી વધારે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 

You might also like