કાશ્મીરી અલગાવવાદ મુદ્દે ભારત-પાક. સામ સામે

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરની મંત્રણા ફરી વિવાદના ઘેરામાં આવી ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજના ભારત આવવાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૃપે સરતાઝ અજીજ પહેલાં હુર્રિયત નેતાઓ સાથે દિલ્હીમાં વાતચીત કરશે ત્યારબાદ ભારતમાં એનએસએ અજીત ડોભાલ સાથે વાતચીત કરશે.

દરમિયાનમાં આજે હુર્રિયતના નેતાઓને ફરી એકવાર નજરકેદ હેઠળ લેવામાં આવી ચુક્યા હતા અને ત્યાર બાદ છુટકારો કરાયો હતો. ભારતે આ પગલા દ્વારા પાકિસ્તાનને અલગાવવાદીઓને નહીં મળવાનો સ્પષ્ટ સંદેશો પાઠવતાં ફરી એક વખત નવી દિલ્હી આવું પગલું ભરી શકે તેમ હોવાનો સ્પષ્ટ નિર્દેશ પાઠવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ, ૨૩મી ઓગસ્ટના દિવસે સરતાઝ અજીજ હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરશે અને પાકિસ્તાન હાઈકમિશનમાં હુર્રિયત નેતાઓ સાથે ડીનર કરશે. ત્યારબાદ તેમની ભારતની સાથે વાતચીત શરૃ થશે.

૨૩મી ઓગસ્ટના દિવસે તેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. સૈયદઅલી શાહ ગિલાની અને મિરવાઈઝ ઉમર ફારુક સહિત ટોચના કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આજે નજરકેદ હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. પરંતુ કલાકોના ગાળા બાદ જ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજની સાથે દિલ્હીમાં રવિવારના દિવસે તેમની સુચિત બેઠકને જોઈને જોવામાં આવે છે.

પોલીસે આજે સવારે હુર્રિયત કોન્ફ્રન્સના અલગતાવાદી નેતા મિરવાઈઝ ઉમર ફારુક, મૌલાના મોહમ્મદ અબ્બાસ અંસારી, મોહમ્મદ અશરફ સહેરાઈ, શબ્બીર અહમદ શાહ અને અયાજ અકબર સહિત કેટલાક અલગતાવાદી નેતાઓની ગતિવિધિ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પહેલાથી જ નજરકેદ હેઠળ રહેલા હુર્રિયત કોન્ફ્રન્સના કટ્ટરપંથી વર્ગના પ્રમુખ સૈયદઅલી શાહ ગિલાનીના હૈદરપુરા સ્થિત આવાસની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવાયા હતા.

જેકેએલએફના અધ્યક્ષ યાસીન મલિકને મૈસુમા સ્થિત તેમના આવાસથી સાવચેતીના પગલારૃપે કસ્ટડીમાં લઈ લેવાયા હતા. કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં તેમને બંધ રાખવામાં વ્યા હતા. અલગતાવાદી નેતાઓને કસ્ટડીમાં લેવાના કારણો ઉપર અધિકારીઓ હાલમાં નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ એવી અટકળો હતી કે, પાકિસ્તાનને કઠોર સંદેશો આપવાના પ્રયાસરૃપે તેમને નજરકેદ હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે બેઠક યોજાઈ રહી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

અધિકારીઓએ યૂ ટર્ન લઈને અલગતાવાદી નેતાઓ ઉપર મુકવામાં આવેલા અંકુશને દૂર કરવાના કોઈ કારણ બતાવ્યા વગર અંકુશ દૂર કરી લીધા છે. અલગતાવાદી નેતાઓને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશન દ્વારા ભારત આવી રહેલા પાકિસ્તાનના અધિકારી માટે આયોજિત ડિનરમાં ૨૩મી ઓગસ્ટના દિવસે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ગયા વર્ષે પાકિસ્તાનના રાજદ્વારી રહી ચુકેલા અધિકારીઓ દ્વારા આમંત્રણ અપાતા હોબાળો મચી ગયો હતો. ઈસ્લામાબાદમાં બેઠકથી પહેલાં ચર્ચા માટે અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

You might also like