કાશ્મીરમાં આતંકવાદને નાથવા રાજનાથસિંહને RSSની સલાહ

નવી દિલ્હીઃ આરઅેસઅેસ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત બેઠકમાં આરઅેસઅેસના અગ્રણી નેતાઅેાઅે ગૃહ પ્રધાન રાજનાથસિંહને સલાહ આપતાં જણાવ્યું કે કાેઈપણ સંજાેગાેમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં આવે.

સંઘના નેતાઅાેઅે રાજનાથસિંહને તાજેતરમં જમ્મુ કાશ્મીરમાં વધતી જતી ઘૂસણખાેરી, યુદ્ધ વિરામનું ઉલ્લંઘન. પાકિસ્તાનના ઝંડા લહેરાવવાની વધતી જતી પ્રવૃતિ, કલમ ૩૭૦ અંગે તેમજ નકસલવાદની સમસ્યાને લઈને ચિંતા વ્યકત કરી હતી. સૂત્રાેના જણાવ્યા અનુસાર રાજનાથસિંહે સંઘના નેતાઅાેને જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અંગે વાકેફ કરાવતા જણાવ્યું કે ત્યાં સરકારનું વલણ કડક છે. અને સુરક્ષા દળાેને વળતાે પ્રહાર કરવાની છૂટ આપાઈ છે. અને દેશની સુરક્ષાને લઈને કાેઈ સમજૂતી કરવામાં નહિ આવે.

તેમણે અેમ પણ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરની પીડીપી  ભાજપની સરકાર ન્યૂનતમ ભાગીદારીના કાર્યક્રમ પર ચાલી રહી છે. આરઅેસઅેસના માેટા નેતાઅાેઅે રાજનાથસિંહને નકસલવાદની સમસ્યા અંગે સંરક્ષણાત્મક વલણ અપનાવવા સલાહ આપી હતી. તેમણે ગૃહ પ્રધાનને જણાવ્યું કે નકસલવાદની સમસ્યાના સમાધાન માટે આમ જનતાની સહભાગીતા વધારનારા ઉપાયાે સરકારે અપનાવવા જાેઈએ. અને નકસલ પ્રભાવિત વિસ્તારાેમાં વિકાસ કામાેની ગતિ વધારવી જાેઈઅે.

You might also like