કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્યના પુત્રનું પોલીસ લેશે નિવેદન 

અમદાવાદઃ કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર-પ્રસાદના પુત્ર વિજેન્દ્રપ્રસાદ દ્વારા યુવતીને કથિત બીભત્સ ફોટા મોકલવા મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી સંદર્ભે પોલીસે અરજદાર પૃથ્વી ભટ્ટનું ગઇ કાલે નિવેદન નોંધ્યું હતું. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસમાં વિજેન્દ્રપ્રસાદનું પણ પોલીસ નિવેદન નોંધી શકે છે.

મહિલા સુરક્ષા સમિતિ દ્વારા આક્ષેપ કરાયાે છે કે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિજેન્દ્રપ્રસાદની એક વર્ષ અગાઉ અેક યુવતી સાથે ઓળખાણ થઇ હતી. ફેસબુક પર ચેટ બાદ વોટ્સએપ પર વાતચીત થઇ હતી અને વાતચીત દરમિયાન વિજેન્દ્રપ્રસાદે યુવતીને તેના અર્ધનગ્ન ફોટા અને મોડલિંગના ફોટા મોકલ્યા હતા અને બીભત્સ માગણી કરી હતી. જોકે યુવતીએ ઇનકાર કરતાં તેને બદનામ કરવાની ધમકીઓ આપી હતી. છેવટે યુવતી મહિલા સુરક્ષા સમિતિ પાસે આવી હતી અને વિજેન્દ્રપ્રસાદ દ્વારા મોકલાયેલા ફોટાઓ અને ચેટિંગના પુરાવા આપ્યા હતા. જે સંદર્ભે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે ગઇ કાલે અરજદાર પૃથ્વી ભટ્ટનું નિવેદન લીધું હતું. અરજદારના નિવેદન બાદ ટૂંક સમયમાં પોલીસ વિજેન્દ્રપ્રસાદનું નિવેદન નોંધી શકે છે. વિજેન્દ્રપ્રસાદે યુવતીને મોકલેલા ફોટા પણ વોટસએપમાં વાઇરલ થયા છે. જેને લઇ સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

You might also like