કાલકા-શિમલા ટૂરિસ્ટ ટ્રેન પાટાપરથી ઉતરી : 2 વિદેશીઓનાં મોત

અંબાલા : શનિવારે બપોરે અંબાલા સેક્ટરની કાલકા શિમલા રેલલાઇન પર પરવાનુંની નજીક ટોય ટ્રેન દુર્ઘટનાંગ્રસ્ત થઇ ગઇ હતી જેમાં બે યાત્રીઓનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઘણા યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અંબાલાનાં રેલડીઆરએમ દિનેશ કુમારે જણાવ્યું કે સહાય અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર કાલકાથી શિમલા જ્યારે ટોય ટ્રેન પરવાનું જઇ રહી હતી તો તેનાં બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનમાં માત્ર વિદેશી નાગરિકો જ મુસાફરી કરી રહ્યા હતા. ડીઆરએમ દિનેશ કુમારે જણાવ્યું કે બચાવ અને રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જ્યાં રેલ્વે દુર્ઘટનાં થઇ છે ત્યાં જવા માટે કોઇ માર્ગ નથી માત્ર ટ્રેન વ્યવહાર જ છે. જેનાં કારણે રાહત અને બચાવ કાર્ય માટે કર્મચારીઓને પહોંચવામાં થોડો સમય લાગી રહ્યો છે. 

દિનેશ કુમારે બે યાત્રીઓનાં મૃત્યુની પૃષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે દુર્ઘટનાં અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણો જાણી શકાયા નથી.હાલ તો તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. રેલ્વેનાં પીઆરઓ અનિલ સકસેનાએ કહ્યું કે આ દુર્ઘટના અંગે રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ દુખ વ્યક્ત કર્યું છે. 

You might also like