કાર અંગે માહિતી આપતા અચાનક ઢળી પડ્યા BMWનાં CEO

ફેન્કફર્ટ : મંગળવારે બીએમડબલ્યુનાં નવા સીઇઓ હેરાલ્ડ ક્રુએગર સંબોધન દરમિયાન અચાનક બેહોશ થઇને પડી ગયા હતા. આ ઘટનાં તેવા સમયે બની જ્યારે તેઓ ઇન્ટરનેશનલમોટર શોમાં પ્રેજન્ટેશન આપી રહ્યા હા. 49 વર્ષનાં હેરાલ્ડ બીએમડબ્લયુનાં લેટેસ મોડેલ અંગે સમજણ આપી રહ્યા હતા. હેરાલ્ડ પડ્યા ત્યાર બાદ તેમનાં બે સહાયકો તેમને બેક સ્ટેજ લઇ ગયા હતા. તેઓ મંગળવારે સવારે ફોરેન ટ્રીપમાંથી પરત ફર્યા બાદ જ બિમાર પડ્યા હતા. પરંતુ કાર્યક્રમ મહત્વનો હોવાનાં કારણે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

આ ઘટના બાદ બીએમડબલ્યુએ કોન્ફરન્સ કેન્સલ કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર મે મહિનામાં બીએમડબલ્યુનાં સીઈઓ બન્યા બાદ ફેક્ફર્ટ મોટર શોમાં હેરાલ્ડનો આ પહેલો એપરિયન્સ હતો. કંપની અનુસાર હેરાલ્ટની તબિયત હાલ સારી છે અને તેઓ રિકવર કરી રહ્યા છે. આ ઓટોશોમાં 1,000 કરતા વધારે કંપનીઓએ ભાગ લીધો છે. જેમાં બીએમડબલ્યુ, ઉપરાંત ફોક્સવેગન, ડાઇમલર વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે. 

You might also like