કાયદાનો ડર ખતમ : ગોળી મારતી તસ્વીર વોટ્સએપમાં મુકી

રીવા : અસામાજિક તત્વોમાં કાયદાનો ડર હવે રહ્યો જ નથી. પોલીસ પ્રત્યેનો ભય હવે લોકોમાં રહ્યો નથી તેનું હાલમાં જ ઉદાહરણ રીવા ખાતે જોવા મળ્યું હતું. જ્યાં એક વ્યક્તિએ પોતે એક વ્યક્તિની હત્યા કરી રહ્યો છે તેવી તસ્વીર વોટ્સએપ અને ફેસબુકમાં શેર કરી હતી. ઘટનાં રીવાનાં ઇટોરા વિસ્તારની છે. રવિવારે મોડી રાત્રે બે જુથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ગોલૂ ઓઝા નામનો એક વ્યક્તિ ગોળીથી ઘાયલ થઇ ગયો હતો. 

ઘાયલ થયેલો ગોલું જ્યારે પડ્યો હતો ત્યારે તેનાં લમણે બંદુક તાંકીને એક વ્યક્તિ ફોટા પડાવવા લાગ્યો હતો. પ્રશાંત મિશ્રાએ આ તસ્વીરો પડાવ્યા બાદ અટક્યો નહી અને આ તસ્વીરો તેણે વોટ્સએપ પર પણ મુકી હતી. ઘટનાં સમયે હાજર એક વ્યક્તિનાં જણાવ્યા અનુસાર પહેલા તો પ્રશાંત અને તેનાં સાથીની ગોલુ સાથે બોલાચાલી થઇ હતી. જેનાં કારણે ગુસ્સે ભરાયેલા પ્રશાંતે ગોલુને ગોળી મારી દીધી હતી.

ગોળીનો અવાજ સાંભળી લોકો ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ભાગી રહેલા પ્રશાંતને પકડી પાડ્યો હતો. જો કે તેનો સાથી ભાગવામાં સફળ રહ્યો હતો. ટોળાએ પ્રશાંતને ખુબ જ માર માર્યો હતો. ત્યાર બાદ ગોળીથી ઘાયલ ગોલુ અને લોકોનો માર ખાઇને ઘાયલ થયેલા પ્રશાંત બંન્નેને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

You might also like