કામસુત્રમાં સ્ત્રીનાં ગણાવાયા છે પાંચ પ્રકારઃ દેખાવ પરથી નક્કી થાય છે સ્વભાવ…

અમદાવાદ : ભારતીય ગ્રંથો યથા અર્થશાસ્ત્ર, કામસુત્ર વગેરેનાં અનુસાર દુનિયાની દરેક સ્ત્રી – પુરૂષનો સ્વભાવ, ગુણ તથા ઇચ્છાઓ અલગ અલગ હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિને પ્રસન્ન તથા સંતુષ્ટ કરવા માટે અલગ અલગ કાર્યો કરવાની પદ્ધતી દર્શાવાઇ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ મુખ્યત્વે પાંચ પ્રકારની હોય છે. તેમને ખુશ કરવા માટે શું કરવું જોઇએ અને કયા પાંચ પ્રકારની સ્ત્રીઓ હોય છે.

શંખિની 

શંખિની સ્વભાવની સ્ત્રીઓ દેખાવમાં લાંબી, સુંદર તથા ક્રોધી સ્વભાવની હોય છે. બીજા લોકોની વાત માનવી તેમને ગુલામી જેવી લાગે છે અને તેમનું મન સદા જ ભોગ વિલાસમાં ડુબેલું રહે છે. આવી સ્ત્રીઓ પરિવારમાં રહેતી હોવા છતા પણ પારિવારિક નથી હોતી અને હંમેશા એકલી રહીને મનમોજી જીવન પસંદ કરવાનું ઇચ્છે છે. સામાન્ય રીતે આવી યુવતીઓનો અવાજ ગંભીર અને સુંદર હોય છે. જેનાં કારણે પુરૂષો તેમનાં તરફ આકર્ષાતા હોય છે.તે હંમેશા અસંતોષી રહે છે અને તેને મનાવવું એટલે વિશ્વની આઠમી અજાયબી સમાન લેખાવી શકાય છે. શંખિની પ્રકારની યુવતીઓને ખુશ કરવા માટે પુરૂષોએ હંમેશા તેમનાં આધીન રહેવું જોઇએ અને તેની ઇચ્છા અનુસાર વર્તવું જોઇએ. 

 

પુંશ્વલી 

પુંશ્વલી વર્ગની સ્ત્રીઓ લજ્જાથી દુર જ રહે છે. તેનું મન હંમેશા ભોગ વિલાસમાં ડુબેલું રહે છે. તેનો સ્વર તીખો હોય છે. તે પોતાનાં હાવભાવથી કટાક્ષ કરનારી તથા પોતાનાં પરિવાર માટે દુખનું કારણ બને છે. આ પ્રકારની યુવતીઓનાં લક્ષણો 12 વર્ષની ઉંમરેથી જ દેખાવા લાગે છે. સાથે સાથે તે યુવાન પણ ઉંમર કરતા ઝડપી થાય છે. તે પોતાની મોટી અને સુંદર આંખોથી કોઇ પણ વ્યક્તિને મોહમાં નાખી શકે છે. તેનું મન પોતાનાં પતિ કરતા અન્ય પુરૂષો પર વધારે લાગે છે. જેનાં કારણે જ તેનું માન સન્માન નથી હોતું. તે વાત પણ કરે તો જાણે એવો અનુભવ થાય છે કે તે ઝગડી રહી હોય. 

ચિત્રીણી

ચિત્રિણી પ્રકારની સ્ત્રીઓને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તે કદાચ ગરીબ પરિવારમાં પણ જન્મે તો પણ તે રાણી જેવુ જ સુખ ભોગવે છે. તેનાં અંગ ગોરા વર્ણનાં, અતિ કોમળ, આંખો ચંચળ તથા અવાજ કોયલ જેવો મધુર હોય છે. સામાન્ય રીતે તે હસમુખી હોય છે પરંતુ તેનો સ્વભાવ ક્યારે ફરી જાય તે નક્કી નથી હોતું. તેનો સ્વભાવ ચંચળ હોય છે. તેને બીજા લોકોની સેવા કરવી, શ્રૃંગાર કરવો, ગીત ગાવાનું પસંદ હોય છે. આવી યુવતીઓ જો કે પોતાનાં પતિ પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે. તે અન્ય કોઇ તરફ ભુલથી પણ નજર કરતી નથી. 

હસ્તિની 

હસ્તિની પ્રકારની યુવતીઓ દેખાવમાં થોડી જાડી પરંતુ આકર્ષક હોય છે. તેનો રસનો વિષય ભોજન હોય છે. તે જેટલું સારૂ ભોજન બનાવી શકે છે તેટલું જ સારૂ ખાઇ પણ શકે છે. જો કે સ્વભાવે આળસુ હોવાની સાથે સાથે નાસ્તિક પણ હોય છે. તેનાં પગની આંગળીઓ વાંકીચુકી હોય છે. 

આ યુવતિઓમાં ભોગ વિલાસની ઇચ્છા પ્રમાણમાં ખુબ જ વધારે હોય છે. સ્વભાવે ક્રોધી હોવાનાં કારણે તે ખુબ જ સ્વસ્થ હોવા છતા પણ સ્વભાવનાં કારણે રોગી રહે છે. જો કે પતિ પ્રત્યે તેનું આકર્ષણ હોય છે. 

પદ્મિની 

પદ્મિની પ્રકારની સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. જે ઘરમાં તેનાં ચરણો પડે છે તે ઘર સુખ, સમૃદિધી તથા શાંતિ આપોઆપ આવે છે અને તે ઘર સ્વર્ગ બની જાય છે. પહેલી નજરમાં જ તે ગમે તેવા વ્યક્તિને મોહી લે તેવી હોય છે. પદ્મિની સ્ત્રીઓ સુશીલ, ઘર્મમાં વિશ્વાસ રાખનારી, માતા -પિતાની સેવા કરનારી તથા અતિસુંદર હોય છે. તેનાં શરીરમાંથી કમળ સમાન ખુશ્બુ આવે છે. તે લાંબી તથા સુંદર વાળો વાળી હોય છે. દેખાવમાં તે અત્યંહ મનોહર, સુંદર તથા મીઠા બોલી હોય છે. 

પદ્મિની વર્ગની યુવતી પોતાની સુંદરતાથી મનુષ્ય તો ઠીક પરંતુ દેવતા, ગંધર્વ કે કોઇનું પણ મોહી શકે છે પરંતુ તે પતિવ્રતા હોય છે. તે પોતાનાં પતિને હંમેશા વફાદાર રહે છે. કોઇ પણ પરિસ્થિતીમાં તે બેવફાઇ કરતા મરવું પસંદ કરે છે. તેને લાલ વસ્ત્રો વધારે ગમતા હોય છે. જો કે પુરૂષ ખુબ જ ભાગ્યશાળી હોય તો જ તેને પદ્મિની પ્રકારની સ્ત્રીઓ મળે છે. 

 

You might also like