કાબુલમાં પોલીસ એકેડેમી પર આત્મઘાતી હુમલોઃ ૪૦નાંં મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોડી સાંજે થયેલા આત્મઘાતી હુમલામાં ૩પનાં મોત થયાં છે. આ હુમલો પોલીસ એકેડેમીમાં રહેતા કેડેટસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ર૦ જવાનો સહિત ૪૦થી વધુ લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

અફઘાનિસ્તાનમાં એક જ દિવસમાં આ બીજો આતંકી હુમલો થયો હતો. અહેવાલો અનુસાર આ હુમલો પોલીસ એકેડેમીના ગેટ નજીક ભીડવાળા વિસ્તારમાં થયો હતો. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ઉપરાછાપરી ચાર  વિસ્ફોટ થયા હતા. હુમલાખોરોએ પોલીસની વરદીમાં આવીને આ હુમલા કર્યા હતા. હુમલાખોરો જેવા પોલીસ એકેડેમીના કેડેટસ ગેટ પાસે પહોંચ્યા કે તેમણે સ્વયંને બોમ્બથી ફુંકી માર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાના હુમલાખોરો પોલીસ એકેડેમીની અંદર ઘૂસવા માટે કેડેટસની લાઇનમાં ઊભા રહી ગયા હતા અને પછી સ્વયંને ફૂંકી મારીને આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલા માટે કોઇ ત્રાસવાદી સંગઠને હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી. આ અગાઉ શુક્રવારે સવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં એક ટ્રકમાં બોમ્બ વિસ્ફોટ થતાં ૧પ લોકો માર્યા ગયા હતા અને ર૪૦ લોકો ઘાયલ થયા હતા.

You might also like