કલાર્કની વિદાય મેચમાં હારથી બચવા માગતું ઓસ્ટ્રેલિયા

લંડન: ઇંગ્લેન્ડે ભલે એશિઝ પોતાના નામે કરી લીધી હોય, પરંતુ કપ્તાન એલેસ્ટેયર કુક ગુરુવારથી અહીંયા શરૂ થઇ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં કોઇપણ કચાસ રાખવાના મૂડમાં નથી, કેમકે આ ઓસ્ટ્રેલિયન કપ્તાન માઇકલ કલાર્કની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિદાય મેચ પણ છે. કુકની ટીમે ચોથી ટેસ્ટ એક ઇનિંગ અને ૭૮ રનથી જીતી સિરીઝમાં ૩-૧ની વિજયી સરસાઇ બનાવી હતી. ઇંગ્લેન્ડના પાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ મેચમાં ૧૫ રન આપી ૮ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા દાવમાં ૧૧૧ બોલ અને ૬૦ રનની અંદર સમેટાઇ ગઇ હતી.ઇંગ્લેન્ડની કોઇપણ ટીમે ઘરઆંગણાની સિરીઝમાં ચાર એશિઝ ટેસ્ટ નથી જીતી પરંતુ હવે તે દરવાજા પર છે. માઇક બિયરલીની આગેવાનીવાળી ઇંગ્લેન્ટ ટીમે ઓસ્ટ્રેલિયાને ૫-૧થી હરાવ્યું હતું, પરંતુ ૧૯૭૮-૭૯ની બાગી ખેલાડીઓ સામે વિશ્વ સિરીઝના કારણે ઓસ્ટ્રેલિયાની નબળી ટીમ આ સિરીઝ રમી હતી. અને ઇંગ્લેન્ડે આ સિરીઝ ૪-૧થી જીતી તેના એ ઘા પર મલમ લગાવશે જે ૧૮ મહિના પહેલાં ૫-૦થી ઓસ્ટ્રેલિયાએ તેને હરાવી મુશ્કેલીમાં મૂક્યું હતું. બ્રોડે કહ્યું કે કુકે અમને કહ્યું છે કે અમારે એ વિચાર સાથે ઉતરવું છે કે લડાઇ હજી ચાલુ છે અને અમારે ૪-૧થી જીત મેળવવી છે. અમે ૫-૦થી મળેલી એ હારનો બદલો લેવા માગીએ છીએ.ઇંગ્લેન્ડને પસંદગીની બાબતમાં બે નિર્ણય લેવાના છે. ખભાની ઇજાના કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થયેલ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને રમાડવાનો કે લેગ સ્પિનર આદિલ રશીદને ટેસ્ટ પ્રવેશની તક આપવી. એન્ડરસનની ગેરહાજરીમાં બ્રોડની આગેવાનીમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરોનું પ્રદર્શન સારું રહેશે, પરંતુ એન્ડરસનને લઇ કોઇ જોખમ ઊઠાવવા માગતા નથી. ઇંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયન કોચ ટ્રેવર બેલિસએ કહ્યું કે તે બે સ્પિનરોને લઇ ઉતરવા તૈયાર છે. છતાં રશીદને તક અપાય તેમ લાગે છે.ઓસ્ટ્રેલિયાના પ્રમુખ બેટસમેનોમાંના એક કલાર્ક અને ઓપનિંગ બેટસમેન ક્રિસ રોજર્સ જીત સાથે વિદાય લેવા માગે છે. રોજર્સે કહ્યું, અમારી ટીમ નિરાશ થઇ ગઇ છે તે કહેવું ખોટું છે, અમે જીતવા માટે આવ્યા હતા પરંતુ જીતી શક્યા નથી. આ મુશ્કેલી સપ્તાહે અમને બધાને નિરાશ કર્યા છે. અંતિમ ટેસ્ટ અમારા માટે મોટી છે. જે માઇકલની વિદાય મેચ પણ છે. જેને અમે સામાન્ય રીતે લેવા માંગતા નથી.
 
You might also like