કલર્સ પર માણો IIFA 2015ની મજા 

બોલિવૂડનો ધમાકેદાર એવોર્ડ આઇફા 2015 ગત મહિને મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. કેટલાક સ્ટાર્સે ધમાકેદાર પર્ફોમન્સ પણ આપ્યું હતું. આ શો જોવા માટે ભારતીય દર્શકો ઉત્સાહીત છે ત્યારે 5 જુલાઇએ ટીવી ચેનલ કલર્સ પર રાત્રે આઠ વાગ્યે તેનું પ્રસારણ થવા જઈ રહ્યું છે. 

શોની શરૂઆત ધમાકેદાર રહી હતી. જેમાં અર્જુન કપૂર અને રણવીરસિંહ જોવા મળશે. આ બંને કલાકારો શરારતી દ્રશ્યો કરતાં નજરે પડશે. રિતિક અને ટાઇગર શ્રોફનું પર્ફોમન્સ પણ તમને ચોંકવાનારુ રહેશે. આ સિવાય અનુષ્કા શર્મા, પરિણીતી ચોપડા, શાહિદ કપુર, શ્રદ્ધા કપુર અને સોનાક્ષી સિન્હા સહિત અનેક સ્ટાર્સે પર્ફોમન્સ આપ્યું છે. 

You might also like