કર્મચારીઓને પ્રમોશનમાં અનામત નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં એમ કહી દીધું છે કે સરકારી નોકરીઓમાં કર્મચારીઓને પદોન્નિતિમાં આરક્ષણ એટલે કે અનામત આપી શકાય નહીં કારણ કે આમ કરવું તે બંધારણની જોગવાઈઓની વિરુધ્ધમાં છે માટે પદોન્નિતિ પામેલા કર્મચારીઓએ પોતાના મૂળ પદ પર પાછા આવવું જ પડે. મુખ્ય ન્યાયાધીશ એચ. એલ. દત્તુની પીઠ દ્રારા ઉત્ત્।રપ્રદેશમાં સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત સમા કરવાના વિવાદ સંબંધે સુપ્રીમ કોર્ટે આ ફરમાન જારી કર્યું છે.

ગઈકાલે સુપ્રીમે એક રીટ અરજી રદ કરી હતી અને એમ ઠેરવ્યું હતું કે જ્યારે કોર્ટે પ્રમોશનમાં અનામત દેવાના નિયમ ૧૯૯૪ની ધારા ૩૭ તથા ૨૦૦૭ના નિયમ મુજબ ૮એને રદ કરી દીધા છે તો કર્મચારીઓએ પોતાના મૂળ પદ પર પાછા આવવું જ પડે.પદોન્નિતિવાળા પદો પર તેઓ કાયમ રહી શકે નહીં.

 

કોર્ટે અરજદાર ચંદ્રશેખરસિંહની અરજી રદ કરી દીધી હતી અને એમ ઠેરવ્યું હતું કે કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકાય જ નહીં અને તે સંપૂર્ણ રીતે બંધારણની જોગવાઈઓની વિરુધ્ધનું કૃત્ય છે. આમ આ મુદ્દો ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યો માટે પણ ખૂબ જ મહત્વનો બની રહે છે. જો સરકારી કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત ગેરબંધારણીય હોય તો અન્ય રાજ્યોમાં પણ આ બાબત લાગુ થઈ શકે છે.

You might also like