કરીના મારો ફર્સ્ટ ક્રશ હતીઃ અર્જૂન કપૂર 

અર્જૂન કપૂરના બાળપણની મિત્ર કરીના કપૂર તેનો પહેલો ક્રશ હતી. તેઓ બાળપણથી જ મિત્રો હતાં, સાથે રમતાં, ભણતાં. અર્જુન કરીનાને ખૂબ લાઇક કરતો, જોકે તેણે ક્યારેય કરીનાને કહ્યું ન હતું. અર્જુનના દાદા સુરેન્દ્ર કપૂર પણ કપૂર પરિવારની ખૂબ નજીક હતા. ત્યારે તેઓ આર.કે.ના સેક્રેટરી હતા. ત્યાર બાદ તેઓ ડિસ્ટ્રિબ્યૂશનમાં ઊતર્યા. એક પ્રશ્ન એવો પણ છે કે જો કરીનાનાં લગ્ન પહેલાં અર્જુનની વાત આવત તો શું કંઇક અલગ જોવા મળત? આમ તો એ વિચારવું હવે નકામું છે. આમ પણ સૈફ-કરીનાનાં લવ મેરેજ છે. કરીના કપૂર અર્જુન કપૂર અંગે શું વિચારે છે તેની જાણ નથી. શું અર્જુનનો પ્રેમ વન સાઇડેડ હતો કે કરીનાને પણ રસ હતો? શું એમ હોત તો કપૂર પરિવાર રાજી થાત, જોકે રાત ગઇ સો બાત ગઇની જેમ અર્જુન આ વાતને યાદ કરવા ઇચ્છતો નથી.

તે કહે છે કે મારે આજે કરીના અને સૈફ બંને સાથે સારા સંબંધો છે. બંને મિત્રો છીએ પછી બાળપણની વાતો આવી જ શકતી નથી. હવે તેને દૂર દૂર સુધી કોઇ સંબંધ નથી. હવે તો અર્જુન કરીના સાથે એક ફિલ્મ પણ કરવાનો છે. અર્જુન માટે સલમાન ખાન પણ આદર્શ અને ગોડફાધર સમાન છે. અર્જુન સલમાન-કરીનાની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોશે. તે કહે છે કે સલમાન અને કરીના બંનેની ફિલ્મ જોવી મને પસંદ છે. આ બંનેની ફિલ્મ જો સાથે હોય તો જોવાની છોડી જ કેવી રીતે શકાય? અર્જુન ગમે તેટલો સફળ બને, પરંતુ તે હંમેશાં પોતાના જૂના મિત્રો અને તેમના પરિવારના ટચમાં રહે છે, રહેવાનું પસંદ કરે છે. 

 

You might also like