કરીનાને રિતિક સાથે કામ કરવામાં આટલો બધો રસ કેમ..

ઋત્વિક રોશન સફળ કલાકાર છે. વળી, યુવાનોમાં ખાસ્સો લોકપ્રિય છે. આમ તો કરીના કપૂર પણ કંઇ કમ નથી. યંગસ્ટર્સમાં તે પણ એટલી જ લોકપ્રિય છે. કરીના અને ઋત્વિક રોશને એકસાથે ફિલ્મો પણ કરી છે. દર્શકોએ તેમની જોડીને પસંદ પણ કરી છે. તેથી કરીનાને ઋત્વિક સાથે ફરી કામ કરવાની ઇચ્છા છે. છેલ્લે ઋત્વિક રોશને કરણ જોહરની ‘શુદ્ધિ’ ફિલ્મ સાઇન કરી હતી. કરીના કપૂરે એમ વિચાર્યું કે અમારી જોડી દર્શકોને ગમશે, તેથી તેણે પણ ઋત્વિક સાથે કામ કરવાની લાલચે ‘શુદ્ધિ’ ફિલ્મ સાઇન કરી લીધી, પરંતુ કોઇક કારણસર ઋત્વિકને તે ફિલ્મ છોડી દેવી પડી તો કરીના પણ એ ફિલ્મમાંથી પાછી હટી ગઇ. 

હવે ઋત્વિકે તનુજા ચંદ્રાની ફિલ્મ ‘ચિઠ્ઠીયાં’ સાઇન કરી છે. આ જોઇને કરીનાએ પણ એ ફિલ્મ સાઇન કરી લીધી છે. આ ફિલ્મ ટ્રાયેંગલ લવસ્ટોરી છે. ઋત્વિક અને કરીના એ ફિલ્મમાં નક્કી થઇ ગયાં છે. હવે ત્રીજું કોણ છે એ હજુ નક્કી થયું નથી. ત્રીજી વ્યક્તિની શોધ ચાલુ છે. તેની કહાણીમાં એક છોકરીના જીવનમાં આર્મી ઓફિસર અને પાઇલટ બંને આવે છે. આ પહેલાં પણ કરીનાએ ઋત્વિક રોશન સાથે ફિલ્મો કરી જ છે. ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ અને ‘યાદે’માં બંનેની જોડી ખૂબ પસંદ કરાઈ હતી. કદાચ એ જ કારણ છે કે ઋત્વિક રોશન સાથે જોડી બનાવવામાં કરીનાને ખાસ્સો રસ છે. કરીના ઋત્વિક રોશનની સાઇનિંગ પર નજર રાખીને જ બેઠી હોય તેમ લાગી રહ્યું છે. 

 

You might also like