કરિયર લંબાવવા બોલ્ટે ફાસ્ટ ફૂડ ખાવાનું છોડ્યું

પેરિસઃ જમૈકાના સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટે પોતાની કરિયર લંબાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવાનું છોડી દીધું છે. એક મુલાકાતમાં બોલ્ટે કહ્યું, ”મેં ઘણી ચીજો ઓછી કરી નાખી છે. ગત વર્ષે હું ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે મેં અનુભવ્યું કે મારી ઉંમર વધી રહી છે. મેં ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરીને સ્વસ્થ ખોરાક ખાવાનું શરૂ કરી દીધું છે. આ બલિદાન આપવું મારા માટે સૌથી મોટી મુશ્કેલ વાત છે.”  છ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચૂકેલાે બોલ્ટ તેની નાઇટલાઇફ માટે દુનિયાભરમાં જાણીતો છે અને તેને ચિકન નગેટ્સ બહુ જ પસંદ છે. બોલ્ટે આ સાથે જ ૪૦૦ મીટરમાં દોડવાની શક્યતાનો પણ ઇનકાર કરી દીધો છે.

બોલ્ટે કહ્યું, ”હું એમાં ભાગ લેવા નથી ઇચ્છતો. મેં કોચને કહી દીધું છે કે હું તેમાં ભાગ નહીં લઉં. મને લાગે છે કે હું મારી કરિયરમાં ૧૦૦ અને ૨૦૦ મીટર સાથે જ આગળ વધીશ.”

You might also like