કરિયરને લઈને સોનમ વધુ ગંભીર બની

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર કોઈ પણ ફિલ્મ પહેલાં વર્કશોપ કરે છે. તે કહે છે કે ઈન્ટરનેશનલ લેવલ પર એક્ટર્સ વર્કશોપ વગર ફિલ્મ શરૂ કરતા નથી અને રોલને પરફેક્ટ બનાવવા માટે તે જરૂરી છે. સોનમ થોડી વધુ મહેનત કરવાનું પસંદ કરે છે, તેથી નિર્દેશક ઈચ્છે કે ન ઈચ્છે સોનમ વર્કશોપ માટે દબાણ કરે છે. સોનમ કહે છે કે હું ખુદને અાજે પણ એટલી અનુભવી માનતી નથી કે કેમેરા સામે જઈને સીધું બોલવાનું શરૂ કરી દઉં. સોનમ તેની કરિયરને લઈને થોડી વધુ ગંભીર બની છે. તે કહે છે કે શરૂઅાતના સમયમાં મારા એજન્ડામાં અાવું બધું કંઈ અાવતું ન હતું. ફિલ્મની પસંદગીમાં સતર્કતા રાખ્યા બાદ પણ મારા કામમાં નિખાર અાવ્યો છે, જેનું રિઝલ્ટ મને મળી રહ્યું છે. અાજે નિર્માતાઓ મને ગંભીરતાથી લઈ રહ્યા છે. એવા કેટલાક નિર્દેશકો છે, જેમની સાથે હું સતત કામ કરી રહી છું. તેઓ પણ બદલાયા નથી. તેમને મારા પર પૂરતો ભરોસો છે.શરૂઅાતમાં સોનમને લોકો ગંભીરતાથી લેતા ન હતા. સોનમ કહે છે કે કદાચ મારી ફેશન અને સ્ટાઈલ સંબંધિત ઈમેજના કારણે લોકો મને ગંભીરતાથી લેતા ન હતા. મારાં કપડાં પહેરવાની સ્ટાઈલ, સ્વચ્છંદી સ્વભાવ મારા કલાકારના રૂપ પર હાવી થઈ જતો હતો, પરંતુ હું તેમાંથી કોઈને પણ બદલી શકું તેમ નથી, કારણ કે તે મારી જિંદગીનો ભાગ છે. હાલમાં સોનમને ફેશન અાઈકોન ગણવામાં અાવે છે. સોનમ કહે છે કે મને અા ઉંમરમાં અા બિરુદ મળવાથી હું ખુશ છું, મને સુંદર ડ્રેસ પહેરવા ગમે છે. લોકોને મારી ફેશન સેન્સ ગમે છે, પરંતુ ફિલ્મોમાં તેઓ મને ગ્લેમર ડોલના રૂપમાં જોવાનું પસંદ કરતા નથી. મારા ફેન્સ અને મીડિયા બંને મને અલગ અલગ લુકમાં જોવા ઈચ્છે છે. મારા માટે અા કન્ફ્યુઝિંગ કંડિશન છે. •
You might also like