કરચોરી કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરાશે

નવી દિલ્હીઃ દેશમાં કરચોરી કરનારાઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરાશે. સીબીડીટીના પ્રમુખ અનીતા કપૂરના જણાવ્યા પ્રમાણે જેઓ વિવિધ રીતરસમો અજમાવીને કરચોરીથી બચી રહ્યા છે તેના વિરુદ્ધમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગજગતના અગ્રણી સંગઠન સીઆઇઆઇના સંમેલનમાં અનીતા કપૂરે વધુમાં જણાવ્યું કે ઓછો નફો કરી રહેલી કંપનીઓના મામલે વર્તમાન કર-વ્યવસ્થા અંતર્ગત એવરેજ ટેક્સ રેટ ઊંચો જોવા મળી રહ્યો છે, જ્યારે મોટી કંપનીઓને ટેક્સમાં રાહતનો ફાયદો મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપનીઓનો વાસ્તવિક કારોબાર થઇ રહ્યો છે એટલું ટેક્સનું ચુકવણું સરકારને કરવું પડશે.સીબીડીટીનાં પ્રમુખ કપૂરે વધુમાં કહ્યું કે ડિપાર્ટમેન્ટે પણ કરચોરી કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવાની જરૂરિયાત છે, કેમ કે તેના કારણે ટેક્સ વ્યવસ્થામાં ગરબડ ઊભી થાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ-૨૦૧૬થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવી રહ્યો છે તે પૂર્વે કેન્દ્ર સરકાર દેશભરનાં તમામ રાજ્યોમાં ટેક્સના માળખામાં સરળીકરણ ઊભા થવાની સાથે વધુમાં વધુ પારદર્શિતા વધે તેવી કામગીરી હાથ ધરાઇ છે. આવા સંજોગોમાં સીબીડીટીનાં પ્રમુખનું નિવેદન કોર્પોરેટ કંપનીઓ સહિત નાના અને મધ્યમ કદનાં 
એકમો માટે મહત્ત્વનું સાબિત થઇ શકે તેમ છે.
You might also like