કદાચ, હું થોડી વધુ સ્ટ્રોંગ હોતઃ જેકલીન

જેકલીન ફર્નાન્ડીસને અત્યાર સુધીની નાનકડી કરિયરમાં સાજિદખાન જેવા નિરાશ કરનાર લોકો મળ્યા તો કરિયરને મજબૂતાઈ પ્રદાન કરનાર સલમાનખાનનો સાથ પણ મળ્યો. સાજિદ સાથેના બ્રેકઅપ બાદ જેકલીન સિંગલ છે, પરંતુ ‘કિક’ બાદ તે સલમાનની સૌથી વધુ નિકટ માનવામાં અાવે છે. માત્ર પાંચ વર્ષની કરિયરમાં જેકલીને ઈન્ડસ્ટ્રીમાં તેની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. 

જેકલીન કહે છે કે ઈન્ડસ્ટ્રીમાં મારા ઘણા બધા મિત્રો નથી, કેમ કે હું બોલિવૂડમાં કોઈને વધુ પડતું જાણતી નથી, તેથી લોકો સાથે સોશિયલાઈઝ થઈ શકતી નથી. બોલિવૂડ અંગે જેવું મનાય છે તેવું નથી. અહીં કેટલાક સાચા અને સારા લોકો પણ છે, જે દરેક મુસીબતમાં તમારી સાથે ઊભા રહે છે, જોકે કેટલાક લોકોએ મને નિરાશ કરી છે, પરંતુ એ બધી વાતોમાંથી જ તમને અનુભવ મળે છે. 

જેકલીન અત્યાર સુધી ઘણા લોકો સાથે કામ કરી ચૂકી છે. તે કહે છે કે તમે જે લોકો સાથે રહો છો તે તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તેથી તેમની સાથેનું કમ્ફર્ટ લેવલ જાતે જ વધતું જાય છે. અાજે હું પહેલાંની તુલનામાં વધુ લોકોને જાણું છું અને જેમને હું જાણું છું તે તમામ સાથે મારું કમ્ફર્ટ લેવલ સારું છે. 

પોતાને એવી કઈ ખરાબ અાદત છે, જે જેકલીનને ખુદને ગમતી નથી. અા અંગે જેકલીન કહે છે કે હું ખૂબ જ જલદી હર્ટ થઈ જાઉં છું અને તે વાત મને ગમતી નથી. કાશ, હું થોડી વધુ સ્ટ્રોંગ હોત અને મારી ભાવનાઓ પર નિયંત્રણ રાખી શકત, જોકે મને લાગે છે કે મારી અા ખરાબ અાદતમાંથી હું સમય જતાં છુટકારો મેળવી લઈશ. 

 

You might also like