કંપનીના વિકાસ માટે 12 લોકોની બલી : IAS ઓફીસરે કબ્રસ્તાનમાં વિતાવી રાત

મદુરાઇ : વરિષ્ઠ આઇએએસ અધિકારી યૂ સગાયમે કબ્રસ્તાનમાં રાત વિવાતી હતી. તેઓ હાઇકોર્ટનાં આદેશને પગલે કરોડોનાં ગ્રેનાઇટ ગોટાળાની તપાસ માટે લીગલ કમિશ્નર બન્યા છે. જિલ્લા પોલીસ દ્વારા આ તપાસ કરવામાં અક્ષમતા વ્યક્ત કરાયા બાદ આઇએએસ અધિકારીએ શનિવારની રાત કબ્રસ્તાનમાં પસાર કરી હતી. સગાયમનાં નજીકનાં અધિકારીઓએ જણાવ્યું કે આઇએએસ અધિકારી તે બાબતથી પરેશાન હતા કે કબ્રસ્તાનમાં રહેલા પુરાવા સાથે છેડછાડ થઇ શખે છે. તેમની ટીમમાં રહેલા અમુક અધિકારીઓ જ્યારે ગાડીમાં જ રાત પસાર કરવાનું પસંદ કર્યું હતું જ્યારે તેઓએ કબ્રસ્તાનમાં જ રાત વિતાવી હતી. 

એક અધિકારીએ જણાવ્યું કે સગાયમ લગભગ આખી રાત જાગતા રહ્યા હતા. તેઓ રવિવારની સવાર થયા બાદ સર્કીટ હાઉસ ગયા હતા. કબ્રસ્તાનમાં સગાયમની સુતી તસ્વીર હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગિ છે. તેમનાં સમર્થનમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે. મોટી પહોંચવાળા લોકો સામે તેમણે માંડેલા મોરચામાં લોકો જોડાઇ રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કબ્રસ્તાનની સુરક્ષાની જવાબદારી સગાયમ કાં તો  પોલીસ અથવા તો ખાણખનીજ વિભાગને પણ સોંપી શખ્યા હોત. જો કે તેમણે પોતે જ તેની સુરક્ષા કરવાનું વિચાર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છેકે મુદારઇનાં મેલુરમાં ગ્રેનાઇટનો વેપાર કરનારા પીઆર પલાનિસ્વામી પર આરોપ છે કે તેમણે પોતાનો ધંધો વિસ્તારવા માટે 12 લોકોની બલી આપી છે. માર્યા બાદ તેમનાં શબને નદી કિનારનાં એક ગામમાં દફનાવી દીધા હતા. એક કર્મચારીની દોરવણી હેઠળ કરવામાં આવી રહેલા ખોદકામમાં અધિકારીઓને માનવ અવશેષો પણ મળ્યા છે. અત્યાર સુધીમાં 4 લોકોના હાડપિંજર મળી આવ્યા છે. પોલીસ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઇ રહીછે. 

આ કિસ્સાનો ખુલાસો પીઆરપી ગ્રુપનાં એખ પૂર્વ ડ્રાઇવરે કર્યો. તેણે ગ્રુપ માલિક પર નરબલિનો આરોપ લગાવ્યો.તેણે જણાવ્યું કે કંપની જ્યારે પણ કોઇ સંકટમાં ફસાતી અથવા કોઇ મોટી ડિલ ફાઇનલ થતી ત્યારે નર બલી ચડાવવામાં આવતી હતી. 

You might also like