કંપનીના રોકાણકારને નહીં પ્રમોટર્સને દંડ ફટકારોઃ સેબી

મુંબઈઃ શેરબજારમાં ‌લિસ્ટેડ કંપનીઓ દ્વારા એક યા બીજી રીતે નિયમોનું પાલન થતું નથી. આવી કંપનીઓ સામે સેબીએ કડક ચેતવણી આપતાં જણાવ્યું કે નિયમોનંુ પાલન નહીં કરતી આવી કંપનીના પ્રમોટર્સ સામે પહેલાં પગલાં લેવાં જોઈએ, જેથી રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરી શકાય. દંડની કાર્યવાહી પ્રમોટર્સને નાણાકીય  રીતે અસર પહોંચાડનારી હોવી જોઈએ.

શેરબજારમાં નિયમોનું પાલન ન કરનારી એક હજારથી વધુ કંપનીઓનું શેર ટ્રેડિંગ સસ્પેન્ડ થયું છે. સેબી વધુ ને વધુ કડક બની રહી છે ત્યારે સેબીનું આ નિવેદન મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. શેરબજાર અને સેબી દ્વારા અનેક વાર આ સંબંધે રિમાઈન્ડર છતાં કંપનીઓ તેના શેરનું ટ્રેડિંગ ફરી એક વાર શરૂ કરવામાં નિષ્ફળ ગઈ હોવાના કારણે આવી કંપનીઓનું ફરજિયાત ડિલિસ્ટીંગ કરી દેવું જોઈએ. સેબીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે આવી કંપનીઓનું ડિલિસ્ટિંગ થઈ શકે છે, પરંતુ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોનાં નાણાં પાછાં કેવી રીતે અપાવવાં તે એક મોટો પ્રશ્ન છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેબી પાછલા કેટલાય સમયથી જે રીતે એક્ટિવ બની છે. આ જોતાં સેબીના સત્તાવાળાઓનું આ પ્રકારનું નિવેદન મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

You might also like