કંગના બની સફળતાની ગેરંટી

રૂપેરી પરદા પર દર્દ ભરેલી ભૂમિકાઓને સાકાર કરનારી કંગના રાણાવતની ફિલ્મી સફર એ હદે પહોંચી ચૂકી છે કે જ્યાં હવે તેણે સ્વયંને સિદ્ધ કરવાની જરૂર નથી. આજે તે ફિલ્મોની સફળતાની ગેરંટી મનાય છે. હવે તેણે ફિલ્મકારોની રાહ જોવાની નથી. ફિલ્મકારો તેની રાહ જુએ છે. તે કહે છે, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી સફળ ફિલ્મોનો ભાગ બનીને હું ખૂબ જ ઉત્સાહિત છું. 

તે મારી કરિયરની બેસ્ટ ફિલ્મોમાંની છે. તે કંઇક અલગ અને પડકારરૂપ કરવા માટે એક ચાન્સ હતો. તે મારા માટે એક આશ્ચર્યજનક ભૂમિકા હતી. એક છોકરીમાંથી એક યોદ્ધામાં પરિવર્તન ખરેખર ખૂબ જ અદભુત છે. ચેલેન્જ લેવામાં મને મજા આવે છે. હું દરેક ફિલ્મ સાથે કંઇક નવું કરવાનો પ્રયાસ કરું છું. 

‘આઇ લવ ન્યૂ યર‘ ફિલ્મની રિલીઝથી કંગના રાણાવત નારાજ થઇ હતી. તે અંગે વાત કરતાં તે કહે છે કે ફિલ્મના નિર્માતા ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ની સફળતાની આડમાં બિઝનેસ કરવા ઇચ્છતા હતા, એટલું જ નહીં રાધિકા રાવ અને વિનય સપ્રુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને જો રિલીઝ કરવી જ હતી તો મને કહેવું જોઇતું હતું, કમસે કમ તેનું યોગ્ય રીતે પ્રમોશન તો થઇ શકત, પરંતુ ફિલ્મના પ્રચાર માટે મારો સંપર્ક પણ ન કરાયો. હવે કંગના કેતન મહેતાની ફિલ્મમાં કામ કરી રહી છે. તે રાણી લક્ષ્મીબાઇના જીવન પર આધારિત છે. તે ફિલ્મ સો ટકા સફળ થશે, કેમ કે તેને કેતન મહેતા બનાવી રહ્યા છે. આ ફિલ્મ મારી કરિયરની બેસ્ટ ફિલ્મોમાંની એક હશે.  

 

You might also like